કેન્દ્ર સરકારે દેશભરમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજવાની શક્યતા ચકાસવા માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને મંજૂરી આપી છે. કેન્દ્રિય મંત્રીમંડળની બેઠક બાદ આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં માહિતી અને પ્રસારણમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ભૂતપુર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં અધ્યક્ષપદે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ રાજકીય પક્ષોઅને નિષ્ણાતો સાથે આ અંગે સઘન ચર્ચા કરી હતી. આ અંગે શ્રી વૈષ્ણવે વધુ માહિતી આપીઃઆ ઉપરાંત મંત્રીમંડળે અન્ય મહત્વનાં નિર્ણયો પણ લીધા છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, વિજ્ઞાન અનેટેકનોલોજી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકારે ચંદ્રયાન-ફોર મિશન અને વિનસઓર્બિટર મિશનને મંજૂરી આપી છે. ચંદ્ર પર સફળ લેન્ડિંગ બાદ પૃથ્વી પર પાછા આવવાની ટેકનોલોજી વિક્સાવવા ચંદ્ર મિશનને મંજૂરી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે,શુક્ર ગ્રહનાં વાતાવરણની વધુ માહિતી મેળવવા માટે વીનસ ઓર્બિટર મિશનને મંજૂરી આપવામાં આવી છે. આ મિશન માર્ચ, 2028માં શરૂથવાની ધારણા છે અને તેના માટે એક હજાર 236 કરોડ રૂપિયાનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે, જેમાંથી 824 કરોડ રૂપિયા અવકાશ યાન પર ખર્ચવામાં આવશે. સરકારે 2024-25ની રવી મોસમ માટે ફોસ્ફેટ અને પોટાશયુક્ત ખાતર પર પોષક તત્વો આધારિત સબસિડી દરોને પણ મંજૂરી આપી છે. આનાથી ખેડૂતોને ઓછા અને વાજબી ભાવે ખાતર મળશે.શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, સરકારે ખેડૂતોને તેમનીઉપજનાં લાભદાયી ભાવ પૂરાં પાડવા અને આવશ્યક ગ્રાહક ચીજોનાં ભાવમાં વધઘટ પર અંકુશ લાવવા પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ આભિયાન-PM-AASHAને ચાલુ રાખવાની પણ મંજૂરી આપી છે. આ યોજના પાછળ 35 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીમંડળે 79 હજાર 156 કરોડ રૂપિયાનાં કુલ ખર્ચની પ્રધાનમંત્રીજનજાતિય ઉન્નત ગ્રામ અભિયાન યોજનાને પણ મંજૂરી આપી છે. આ યોજના હેઠળ આશરે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આદિવાસીઓની બહુમતી ધરાવતા દેશનાં 63 હજાર ગામોને આવરી લેવામાં આવશે, જેનોલાભ પાંચ કરોડ આદિવાસીઓને થશે. આ યોજના અંગે શ્રી વૈષ્ણવે વધુ વિગતો આપી.શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, મંત્રીમંડળે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ, કોમિક્સ અને એક્સ્ટેન્ડેડ રિયલ્ટી માટેનાં નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાને મંજૂરી આપી છે. આ ઉપરાંત બાયોટેકનોલોજી રિસર્ચ ઇનોવેશન એન્ડ આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ સ્કીમને પણ મંજૂરી આપવામાં આવી છે.યુનિફાઇડ સ્કીમ બાયો-રાઇડનાં અમલીકરણ પાછળ અંદાજે નવ હજાર 197 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
Site Admin | સપ્ટેમ્બર 18, 2024 7:43 પી એમ(PM)
એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રચાયેલી સમિતિની ભલામણોને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી
