ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 5, 2025 9:18 એ એમ (AM)

printer

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું સામાન્ય નાગરિકો પર કૃત્રિમ-બુધ્ધિમત્તાનો પ્રભાવ તેની નિયમનકારી વ્યવસ્થાના કેન્દ્રમાં હોવો જોઈએ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, સામાન્ય નાગરિકો પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રભાવ તેની નિયમનકારી વ્યવસ્થાના કેન્દ્રમાં હોવો જોઈએ. ગઈકાલે નવી દિલ્હીમાં પુસ્તક વિમોચન કાર્યક્રમમાં બોલતા, શ્રી ધનખડે નાગરિકોને કૃત્રિમ બુદ્ધિમત્તાના દુરુપયોગથી બચાવવા માટે સમજૂતીના અધિકાર અને સ્વાયત્ત નિર્ણયોને પડકારવાના અધિકારના અમલીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો.ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, યાંત્રિક બુદ્ધિમત્તા આપણને હાલની ન્યાય વ્યવસ્થાની ફરીથી તપાસ કરવા દબાણ કરે છે. શ્રી ધનખડે કહ્યું કે, આપણે વૈશ્વિક ધોરણો અનુસાર ભારતની સાયબર સાર્વભૌમત્વ પર ભાર મૂકવો જોઈએ. તેમણે કહ્યું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં વૈશ્વિક નિયમો-આધારિત સિસ્ટમ માટે તમામ ભાગીદારોએ એક પ્લેટફોર્મ પર આવવું પડશે. તેમણે કહ્યું કે, ભારતનો ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ એક ઐતિહાસિક પગલું છે અને તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નિયમન સાથે જોડીને વિકસાવવાની જરૂર છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ