ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માના ગામ નજીક થયેલા ભારે હિમસ્ખલન બાદ બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવવામાં આવી છે.
કુલ 55 કામદારો બરફ નીચે ફસાયા હતા, જેમાંથી 47 કામદારોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બાકીના આઠ કામદારોને શોધવાના પ્રયાસો ચાલુ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી જોશીમઠ જઈ બચાવ કામગીરીનું નિરીક્ષણ કરશે અને જરૂરી સૂચનાઓ આપશે.પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ અને ભારે હિમવર્ષા છતાં, ITBP, આર્મી અને BRO ની ટીમો બચાવ કામગીરી હાથ ધરવા માટે અવિરતપણે કામ કરી રહી છે.
ચાર ઘાયલ કામદારોને ITBP આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલય પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે, જિલ્લા વહીવટીતંત્રને શક્ય તમામ સહાય સુનિશ્ચિત કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચાલી રહેલા બચાવ પ્રયાસોની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ધામી સાથે ફોન પર વાત કરી અને કેન્દ્ર દ્વારા તમામ શક્ય સહાય ની ખાતરી આપી .
ઉલ્લેખનીય છે કે ગઈકાલે, ભારે હિમપ્રપાતમાં 55 કામદારો બરફ નીચે ફસાયા હતા.
Site Admin | માર્ચ 1, 2025 1:54 પી એમ(PM)
ઉતરાખંડમાં હિમસ્ખલન બાદ બચાવ કામગીરી તીવ્ર બનાવાઈ– 47 કામદારોને બચાવી લેવાયા
