ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 18, 2025 8:03 પી એમ(PM)

printer

ઇન્ડોનેશિયામાં આજે ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા, જેમાં આજે સવારે ઉત્તર સુમાત્રા પ્રાંતમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ઇન્ડોનેશિયામાં આજે ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા, જેમાં આજે સવારે ઉત્તર સુમાત્રા પ્રાંતમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
દેશની હવામાનશાસ્ત્ર અને ભૂ-ભૌતિકશાસ્ત્ર એજન્સીએ જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર ઉત્તર તાપાનુલી રીજન્સીથી 17 કિલોમીટર દક્ષિણપૂર્વમાં 10 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. ઉત્તર સુમાત્રા પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂકંપમાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયા છે. અનેક મકાન અને એક રસ્તાને ભારે નુકસાન થયું છે.
અગાઉ, માલુકુ પ્રાંતમાં 5.7 અને પૂર્વ નુસા ટેંગારા પ્રાંતમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ