આસામના ઢીંગમાં સગીર બાળકી પર દુષ્કમ કરનાર મુખ્ય આરોપીનું આજે સવારે મોત થયું છે. પોલીસ દ્વારા પકડાયેલ આરોપી તફાઝુલ ઇસ્લામ ભાગવામાં સફળ થયો હતોઅને તળાવમાં કૂદી ગયો હતો. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. SDRFની મદદથી તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.નાગાંવ જિલ્લાના ઢીંગમાં બનેલા આ જઘન્ય અપરાધમાં કથિત રીતે ત્રણ વ્યક્તિઓ સામેલ હતા.રાજ્યભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. પોલીસ બાકીના ગુનેગારોને પકડવાનો પ્રયાસકરી રહી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું છે કે, ગુનામાં સામેલ લોકોને છોડવામાં આવશે નહીં. રાજ્યના પોલીસ મહાનિર્દેશક જી.પી.સિંઘઅને મંત્રી પિયુષ હજારિકાએ ઢીંગની મુલાકાત લીધી હતી અને પીડિત પરિવારને ન્યાયની ખાતરીઆપી હતી .
Site Admin | ઓગસ્ટ 24, 2024 7:29 પી એમ(PM)
આસામના ઢીંગમાં સગીર બાળકી પર દુષ્કર્મ કરનાર મુખ્ય આરોપીનું આજે સવારે મોત થયું છે
