ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 1, 2025 7:48 પી એમ(PM)

printer

આવતીકાલે વક્ફ (સુધારા) ખરડો, 2025 લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે

વક્ફ (સુધારા) ખરડો, 2025 આવતીકાલે બપોરે 12 કલાકે લોકસભામાં વિચારણા માટે અને પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે. લઘુમતી બાબતોના મંત્રાલયનો પણ હવાલો સંભાળતા સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે સંસદ ભવનમાં માધ્યમો સાથેની વાતમાં કહ્યું કે ગૃહમાં ખરડા પર આઠ કલાક ચર્ચા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, સંસદની કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં, ગૃહનો અભિપ્રાય લીધા પછી ચર્ચાનો સમય વધારવા સંમતિ સધાઈ હતી.
તેમણે ઉમેર્યું હતું કે, સરકાર બિલ અંગેના તમામ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છે. શ્રી રિજિજુએ આક્ષેપ કર્યો હતો કે વિરોધ પક્ષો તેમની તુષ્ટિકરણની રાજનીતિને કારણે આ કાયદો લાવવાનો વિરોધ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ તેનાં તમામ સાંસદોને આવતીકાલે લોકસભા અને ત્રીજી એપ્રિલે રાજ્યસભામાં હાજર રહેવા વ્હિપ જારી કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ