હવામાન વિભાગે દિવસ દરમિયાન રાજ્યમાં ગરમી યથાવત્ રહેવાની આગાહી કરી છે. ત્યારબાદ તાપમાનમાં બે-થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. જ્યારે રાજ્યના કેટલાક ભાગ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે અને આવતીકાલે અતિશય ગરમીનું મોજું ફરી વળવાની—હિટવૅવની પણ સંભાવના છે. દરમિયાન દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પવનની ઝડપ 45થી 50 કિલોમીટરની રહેવાની હોવાથી માછીમારોને ચેતવણી અપાઈ છે.રાજકોટમાં સખત ગરમી અને હીટવેવ ચાલી રહી છે તેથી રાજકોટ જિલ્લામાં બાંધકામ સાઈટો પર ખુલ્લા તાપમાં કામ કરતા શ્રમયોગીઓને ઉનાળાના સમયમાં બપોરે ૧થી ૪ વિશ્રામ આપવાનું ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા જારી કરવામાં આવ્યું છે.
Site Admin | એપ્રિલ 10, 2025 9:03 એ એમ (AM)
આવતીકાલથી રાજ્યભરમાં પારો ગગડે તેવી હવામાન વિભાગની આગાહી
