આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મચારીઓને હડતાળ સમેટી પોતાની ફરજ પર પરત ફરવા અપીલ કરી છે. ગાંધીનગરમાં આ અંગે નિવેદન આપતાં શ્રી પટેલે કહ્યું, આરોગ્યકર્મીઓની માગણીઓ પર ચર્ચા-વિચારણા કર્યા બાદ એક માગણી સ્વીકારવા પાત્ર છે. જોકે, ટેક્નિકલ ગ્રેડ પૅ અંગે ચિંતન કર્યા વગર નિર્ણય ન લઈ શકાય. કર્મચારીઓને હડતાળ સમાપ્ત કર્યા બાદ ચર્ચા કરવા શ્રી પટેલે જણાવ્યું હતું.
Site Admin | માર્ચ 27, 2025 7:48 પી એમ(PM)
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મચારીઓને હડતાળ સમેટી પોતાની ફરજ પર પરત ફરવા અપીલ કરી છે.
