બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના અધ્યક્ષસ્થાને આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ – ૨૦૨૪નો સમાપન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે આદિવાસી સમાજને માન, મોભો અને સન્માન અપાવ્યું છે. તેમણે સરકારની વિવિધ યોજનાઓને ટાંકીને ઉમેર્યું કે આ યોજનાઓ થકી આજે આદિવાસી સમાજ મુખ્ય ધારામાં આવી રહ્યો છે.( બાઇટ- કુબેર ડીંડોર, શિક્ષણ મંત્રી )આ કાર્યક્રમમાં મંત્રી અને મહાનુભાવોએ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભનું વિતરણ તથા તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું હતું.
Site Admin | ડિસેમ્બર 10, 2024 7:42 પી એમ(PM) | આદિજાતી જન ઉત્કર્ષ મહોત્સવ
આદિજાતી જન ઉત્કર્ષ મહોત્સવનું અંબાજી ખાતે સમાપન
