આજે સવારે પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર સાત પોઇન્ટ એક માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ પશ્ચિમ ન્યુ બ્રિટન પ્રાંતની રાજધાની કિમ્બેથી 194 કિલોમીટર પૂર્વમાં હતું.અમેરિકન સુનામી માહિતી કેન્દ્રએ આ પ્રદેશમાં સુનામીની ચેતવણી જારી કરી છે. પાપુઆ ન્યુ ગિનીના દરિયાકાંઠે એક થી ત્રણ મીટર ઊંચા સુનામી મોજા ઉછળવાની શક્યતા છે
Site Admin | એપ્રિલ 5, 2025 9:42 એ એમ (AM)
આજે સવારે પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપના આંચકા અનુભવાયા
