આજે લોકસભામાં આવકવેરા બિલ, 2025 રજૂ થવાનું છે. આવકવેરા સંબંધિત કાયદાને એકીકૃત કરવા અને તેમાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલ આ બિલને ગૃહની કાર્યવાહીમાં સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં નવા આવકવેરા બિલની જાહેરાત કરી હતી. તેમણે એવી પણ જાહેરાત કરી કે, 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોએ કોઈ આવકવેરો ચૂકવવો પડશે નહીં.
Site Admin | ફેબ્રુવારી 13, 2025 2:15 પી એમ(PM) | 2025 | આવકવેરા બિલ
આજે લોકસભામાં આવકવેરા બિલ, 2025 રજૂ થવાનું છે
