ગુજરાતનાં વડોદરામાં આજે મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- WPLની પાંચમી મેચ રમાશે. ગુજરાત જાયન્ટ્સની ટીમ એશલી ગાર્ડનર અને મુંબઈ ઈન્ડિયન્સ હરમનપ્રીત કૌરની આગેવાનીમાં મેદાનમાં ઉતરશે. આ મેચ સાંજે સાડા 7 વાગ્યે શરૂ થશે.
અગાઉ 15 ફેબ્રુઆરીએ મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હી કૅપિટલ્સ સામેની મેચમાં 2 વિકેટથી હારી ગયું હતું. પહેલા બેટિંગ કરતાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કૅપિટલ્સને 165 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. દિલ્હી કૅપિટલ્સે સરળતાથી આ લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. ગઈકાલે વડોદરામાં WPLની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ દિલ્હી કૅપિટલ્સને 8 વિકેટથી પરાજય આપ્યો હતો.
Site Admin | ફેબ્રુવારી 18, 2025 2:35 પી એમ(PM) | મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ
આજે મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- WPLમાં ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે
