હવામાન વિભાગે આવતીકાલ સુધી દેશના ઉત્તરપશ્ચિમ ભાગો અને પશ્ચિમ હિમાલય ક્ષેત્રના મેદાની વિસ્તારોમાં ઘણી જગ્યાએ ભારે પવન અને વાવાઝોડાની આગાહી કરી છે.વિભાગે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ આજે ભારે વરસાદની આગાહી છે. પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં પણ આવી જ સ્થિતિ રહી શકે છે.આગામી ચાર દિવસ દરમિયાન દેશના ઉત્તરપૂર્વ અને પૂર્વીય ભાગોમાં હળવો વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. રાજસ્થાનમાં આજે પણ ગરમીનું મોજું રહેવાની શક્યતા છે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડા ક્ષેત્રમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની ધારણા છે.
Site Admin | એપ્રિલ 19, 2025 8:58 એ એમ (AM)
આજે જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં વરસાદની હવામાન વિભાગની આગાહી
