આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે, હવામાન વિભાગે જણાવ્યું છે કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું છે.હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર 29 માર્ચ બાદ ફરી એક વખત તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં 38.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.રાજકોટ જિલ્લાના અમારા પ્રતિનિધી જયદીપ પંડ્યા જણાવે છે કે, હવામાન વિભાગે રાજકોટ જિલ્લામાં આગામી ચાર દિવસ હવામાન સુકું, ગરમ અને અંશતઃથી મધ્યમ વાદળછાયું રહેવાની આગાહી વ્યક્ત કરાઈ છે. આ સમયગાળામાં મહત્તમ તાપમાન ૩૭થી ૪૦ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.
Site Admin | માર્ચ 28, 2025 10:05 એ એમ (AM)
આગામી બે દિવસ રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગની આગાહી.
