આ વર્ષની સંયુક્ત પ્રવેશ પરીક્ષા-JEE મેઈન બીજા સત્રનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી- NTAએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ પરિણામ JEE મેઇનની વેબસાઇટ – jeemain.nta.nic.in પર ઉપલબ્ધ થશે. તેમજ તેમાં કટઓફ માર્ક્સ પણ દર્શાવવામાં આવશે.JEE મુખ્ય પરીક્ષા આ વર્ષે બે તબક્કામાં, જાન્યુઆરી અને એપ્રિલમાં યોજાઈ હતી. જો કોઈ ઉમેદવારે બંને સત્રોમાં પરીક્ષા આપી હોય, તો તેને જે સત્રમાં વધુ ગુણ મળ્યા છે તેના આધારે મેરિટ યાદીમાં સામેલ કરવામાં આવશે.આ વર્ષે પ્રથમ અઢી લાખ ઉમેદવારો તેમના મેળવેલા ગુણના આધારે JEE એડવાન્સ્ડ પરીક્ષા માટે પાત્ર બનશે. આ પરીક્ષા દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ મળે છે.
Site Admin | એપ્રિલ 19, 2025 8:59 એ એમ (AM)
આ વર્ષની સંયુક્ત પ્રવેશ પરીક્ષા-JEE મેઈન બીજા સત્રનું પરિણામ જાહેર
