અમદાવાદમાં હીટ એન્ડ રનના વધી રહેલા બનાવોને પગલે શહેરના હાઇવે પર આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર દ્વારા માલ વાહનોના ઓવરલોડિંગ સહિતના વિવિધ નિયમ ભંગના મુદ્દે અને શહેરની અંદર પણ ચાલતા મોટા વાહનો સામે કાર્યવાહી કરીને મેમો આપીને નવેમ્બર મહિનામાં કુલ 25 લાખ 25 હજાર રૂપિયાનો દંડ વસુલ્યો હતો.
વાહન ઓવરલોડિંગ માટે 108 લોકો પાસેથી આર.ટી.ઓ.એ 12 લાખ 7 હજાર રૂપિયા, ઓવર ડાયમેન્શનલ કાર્ગો એટલે કે ભારે માલ વાહનની મર્યાદા કરતા પણ બહાર સામાન હોય તેવા 144 વાહનોના માલિકો પાસેથી 8 લાખ 32 હજાર રુપિયા, માર્ગ સલામતીનો ભંગ કરતા 339 કેસમાં 3 લાખ 39 હજાર રુપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઓવર સ્પીડના 334 કેસમાં 6 લાખ 68 હજાર રૂપિયા અને પી.યુ.સી. ન હોવાને કારણે, 158 વાહનચાલકો પાસેથી 79 હજાર રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો.
Site Admin | ડિસેમ્બર 11, 2024 10:39 એ એમ (AM)
અમદાવાદમાં હીટ એન્ડ રનના વધી રહેલા બનાવોને પગલે આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી કરીને નવેમ્બર મહિનામાં કુલ 25 લાખ 25 હજાર રૂપિયાનો દંડ વસુલ્યો
