ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમથી એન.સી.સી.ની દાંડી પથ યાત્રાને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ પ્રસ્થાન કરાવ્યું હતું

અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમથી એન.સી.સી.ની દાંડી પથ યાત્રાને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ પ્રસ્થાન કરાવ્યું હતું.એનસીસીના 40 યુવાન કેડેટ્સ ૧૪ દિવસમાં સાબરમતી આશ્રમથી દાંડી
સુધી ૪૧૦ કિ.મી.ની પદ યાત્રા કરશે.શિક્ષણ રાજ્યમંત્રીએ ગુજરાત એનસીસી કેડેટ્સ દ્વારા વિકસિત ભારત, આત્મનિર્ભરતા, સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, મહિલા સશક્તિકરણ, શિસ્ત અને નીતિશાસ્ત્ર સાથેનું શિક્ષણ, વ્યસન મુક્તિના સંદેશ સાથે સાબરમતી આશ્રમથી દાંડી સુધી આયોજિત ૪૧૦ કિલોમીટરની પદ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.આ યાત્રા આજથી ૨૪મી ડિસેમ્બર સુધી યોજાશે.કેડેટ્સ આ પદ યાત્રા દરમિયાન શેરી નાટકો અને સમાજ જાગૃતિના કાર્યક્રમો કરાશે.આ સાથે સ્કૂલ, કોલેજ અને સંસ્થાઓ તેમજ સમુદાયો સાથે સંવાદ પણ થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ