આગામી દિવસોમાં ટ્રાફિક સમસ્યા અને અકસ્માતો ઘટાડવા હજુ વધુ કડકાઈથી ટ્રાફિક નિયમનનું પાલન કરાવાશે તેમ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે..
ટ્રાફિક જાગૃતિ માટે અમદાવાદમાં આયોજીત શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપવાના પ્રસંગે હર્ષ સંઘવીએ પોલીસની નાઇટ કોમ્બિંગની કામગીરીને પણ બિરદાવી હતી.
અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ‘શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધા’માં આશરે 458 જેટલી શોર્ટ ફિલ્મો બનાવવામાં આવી હતી. જેમાંથી 10 જેટલી શ્રેષ્ઠ ફિલ્મોને ગૃહરાજ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. અન્ય 50 જેટલી ફિલ્મોને પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
તમામ ફિલ્મોને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી ટ્રાફિક નિયમન બાબતે જાગૃતતા લવાશે.આ વર્ષે અકસ્માતોની સંખ્યામાં 25% જેટલો ઘટાડો થયો છે, એવું તેમણે ઉમેર્યું હતું.
Site Admin | ડિસેમ્બર 18, 2024 11:00 એ એમ (AM)
અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ‘શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધા’માં શ્રેષ્ઠ ફિલ્મોને ગૃહરાજ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા
