અદાણી જૂથ સાથેના વીજળી સોદાને રદ્દ કે ફેરવિચાર કરવાની માગ કરતી અરજી બાંગ્લાદેશની વ઼ડી અદાલતમાં દાખલ કરાઈ છે. બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતના વકીલ એમ. અબ્દુલ કૈયુમે આ જાહેર હિતની અરજી દાખલ કરી છે.જેની સુનાવણી આ રવિવારે હાથ ધરાઇ શકે છે.
આ પૂર્વે 6 નવેમ્બરના રોજ આ વકીલે ત્રણ દિવસની અંદર અદાણી જૂથ સાથેના સોદાની સમીક્ષા કરવા અથવા તેને રદ્દ કરવાની માગ કરતી કાનૂની નોટિસ બાંગ્લાદેશના વીજળી વિકાસ બોર્ડના અધ્યક્ષ અને બાંગ્લાદેશના ઊર્જા મંત્રાલયને પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2017માં બાંગ્લાદેશ વીજળી વિકાસ બોર્ડે ઝારખંડના ગોડ્ડા ખાતે આવેલા વીજળી એકમમાંથી 1600 મેગા વોટ વીજળી ખરીદવા માટેના 25 વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
Site Admin | નવેમ્બર 13, 2024 7:49 પી એમ(PM)
અદાણી જૂથ સાથેના વીજળી સોદાને રદ્દ કે ફેરવિચાર કરવાની માગ કરતી અરજી બાંગ્લાદેશની વ઼ડી અદાલતમાં દાખલ કરાઈ
