મહિલા પ્રિમીયર લીગ ક્રિકેટ- WPL માં મુંબઇ ઇન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવીને સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ગઈ કાલે રાત્રે મુંબઇનાં બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઇએ હેલી મેથ્યુસ અને નેટ સ્કિવર બ્રન્ટનાં 77- 77 રનની મદદથી ચાર વિકેટે 213 રન કર્યા હતા. જવાબમાં ગુજરાત જાયન્ટ્સ 19.2 ઓવરમાં 166 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું.
હવે શનિવારે ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ ટકરાશે. 2023ની WPL ફાઇનલમાં પણ આ બંને ટીમ આવી હતી, જેમાં મુંબઇ ઇન્ડિયન્સનો વિજય થયો હતો.
Site Admin | માર્ચ 14, 2025 9:12 એ એમ (AM)
WPLમાં મુંબઇ ઇન્ડિયન્સ ગુજરાત જાયન્ટ્સને હરાવીને ફાઇનલમાં
