ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 2, 2024 10:48 એ એમ (AM) | India | UPI

printer

UPI આધારિત વ્યવહારોમાં વાર્ષિક ધોરણે 35 ટકાનો વધારો થયો

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ – UPI આધારિત વ્યવહારો જુલાઈ મહિનામાં વધીને 20.64 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા છે. નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયાએ ગઈ કાલે આ અંગે અહેવાલ જાહેર કર્યો છે, જેમાં કહેવાયુ છે કે UPI ટ્રાન્ઝેક્શનમાં વાર્ષિક ધોરણે 35 ટકાનો વધારો થયો છે.
જુલાઈમાં કુલ UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યા પ્રતિ માસ લગભગ 4 ટકા વધીને 14.44 અબજ થઈ છે. જ્યારે સરેરાશ દૈનિક ટ્રાન્ઝેક્શનની સંખ્યા 46.6 કરોડની આસપાસ છે. UPI પર RuPay ક્રેડિટ કાર્ડ અને વિદેશમાં તેના લોન્ચિંગને કારણે UPIમાં પ્રતિમાસ 60 લાખ નવા વપરાશકર્તાઓનો વધારો થઈ રહ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ