ભારતીય ટેલિકોમ નિયમન સંસ્થા – TRAIએ તમામ ટેલિકોમ કંપનીઓને નોંધણી ન કરાયેલા હોય અથવા ટેલિમાર્કેટર્સના પ્રમોશનલ કૉલ્સ તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ આપ્યો છે. સંચાર મંત્રાલયે જણાવ્યું છે કે જો કોઈ નોંધણી વગરના નંબરોથી વેપારી વોઇસ કૉલ્સ માટે ટેલિકોમ સંસાધનોનો દુરઉપયોગ કરતો જોવા મળશે, તો બે વર્ષના સમયગાળા માટે ઓરિજિનેટેડ એક્સેસ પ્રોવાઇડર એટલે કે મૂળ સેવા પ્રદાતાને પ્રતિબંધિત જાહેર કરાશે. વધુમાં મંત્રાલયે જણાવ્યું છે કે પ્રતિબંધના સમયગાળા દરમિયાન કોઈ પણ સેવા પ્રદાતાને નવા ટેલિકોમ સંસાધનો ફાળવવામાં નહી આવે. મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે ટેલિકોમ સંસાધનોનો ઉપયોગ કરીને નાગરિકોને વેપારી વોઇસ કૉલ કરનારા તમામ બિન નોંધણી કરાયેલા પ્રેષકોને એક મહિનાની અંદર ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નોલોજી (DLT) પ્લેટફોર્મ પર સ્થાનાંતરિત કરવામાં આવશે.વધુમાં મંત્રાલયે તમામ ટેલિકોમ સેવા પ્રદાતાઓને નિર્દેશોનું પાલન કરવા અને દર મહિનાની પહેલી અને સોળમી તારીખે પગલા અંગે નિયમિત અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે TRAIની આ નિર્ણાયક કાર્યવાહીથી સ્પામ કૉલ્સ નોંધપાત્ર રીતે ઘટશે અને ગ્રાહકોને રાહત મળશે તેવી અપેક્ષા છે.
Site Admin | ઓગસ્ટ 14, 2024 12:06 પી એમ(PM)