જૂન 13, 2025 7:44 પી એમ(PM) જૂન 13, 2025 7:44 પી એમ(PM)
5
મહારાષ્ટ્રમાં પુણે, સાંગલી અને કોલ્હાપુર સહિત અનેક વિસ્તારમાં ગઈકાલે ભારે વરસાદ થયો
મહારાષ્ટ્રમાં પુણે, સાંગલી અને કોલ્હાપુર સહિત અનેક વિસ્તારમાં ગઈકાલે ભારે વરસાદ થયો. મુંબઈમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું છે. હવામાન વિભાગે આજે મુંબઈ અને તેની આસપાસના મોટા ભાગના વિસ્તારમાટે યલૉ અલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે રત્નાગિરિ, સતારા, સાંગલી અને કોલ્હાપુર માટે ઑરેન્જ અલર્ટ અનેસિંધુદુર્ગમાં ભારે વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું છે. વિભાગે આવતીકાલ માટે રત્નાગિરિમાં રેડ અલર્ટ, જ્યારે રાયગઢ, સિંધુદુર્ગ, સતારા, સાંગલી અને કોલ્હાપુર માટે ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે.