ઓગસ્ટ 20, 2024 7:45 પી એમ(PM) ઓગસ્ટ 20, 2024 7:45 પી એમ(PM)

views 4

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી બે દિવસ સુધી ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી બે દિવસ સુધી ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હવાના ઓછા દબાણની પરિસ્થિતી સર્જાતા આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશા સહિત દેશના પૂર્વીય ભાગોમાં પણ આગામી થોડા દિવસો સુધી ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે પણ આગામી બે દિવસ દરમિયાન કેરળ, તમિલનાડુ અને લક્ષદ્વીપમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

ઓગસ્ટ 20, 2024 7:23 પી એમ(PM) ઓગસ્ટ 20, 2024 7:23 પી એમ(PM)

views 6

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં મુશળધાર વરસાદ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં મુશળધાર વરસાદ.બપોર બાદ થી વાતાવરણમાં પલટો આવ્યો હતો, અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. સાંબેલા ધાર વરસાદને કારણે રસ્તા ઉપરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં એક કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયોહતો જ્યારે બે કલાક દરમિયાન 91 મીલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે આજે બપોર બાદ પૂર્વ કચ્છના રાપર, ભચાઉ વિસ્તારમાં વરસાદ વરસતા જળબંબાકારનીસ્થિતિ સર્જાઇ ગઇ છે.. આ ઉપરાંત અમરેલી, મહિસાગરમાં પણ વરસાદને કારણે પાણી ભરાયાંહતાં..જ્યારે ગાંધી...

ઓગસ્ટ 20, 2024 7:10 પી એમ(PM) ઓગસ્ટ 20, 2024 7:10 પી એમ(PM)

views 4

હવામાન વિભાગે આજે અને આવતી કાલે તાપી, નવસારી, ડાંગ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે અને આવતી કાલે તાપી, નવસારી, ડાંગ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. માછીમારોને 23 ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 17 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામ તાલુકા અને ભાવનગરના તળાજા તાલુકામાં એક-એક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 73 ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સૌથી વધુ 89 ટકા વરસાદ કચ્છ ઝોનમાં પડ્યો છે...

ઓગસ્ટ 20, 2024 2:31 પી એમ(PM) ઓગસ્ટ 20, 2024 2:31 પી એમ(PM)

views 4

હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ઉત્તર પશ્ચિમ, પૂર્વીય અને કેન્દ્રીય ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ઉત્તર પશ્ચિમ, પૂર્વીય અને કેન્દ્રીય ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર જમ્મૂ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાં શુક્રવાર સુધીમાં ભારે વરસાદ પડી શકે છે. બાંગ્લાદેશની ઉપર વરસાદી સિસ્ટમ બનેલી છે, જેને કારણે બાંગ્લાદેશ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. આ અસરથી તટિય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર અને મધ્ય પ્રદેશમાં વરસાદ વરસી શકે છે.

ઓગસ્ટ 16, 2024 4:20 પી એમ(PM) ઓગસ્ટ 16, 2024 4:20 પી એમ(PM)

views 11

રાજ્યમાં સવારના છ વાગે પૂરા થતાં ચોવીસ કલાક સુધીમાં 72 ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં સવારના છ વાગે પૂરા થતાં ચોવીસ કલાક સુધીમાં 72 ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે.. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 86 ટકા કરતાં વધુ અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 54 ટકા વરસાદ નોંધાયો હતો... છેલ્લા ચોવીસ કલાકમાં વડોદરાના સિનોર તાલુકામાં સૌથી વધુ 34 મીલીમીટર , પંચમહાલના ગોધરમાં 17 અને વડોદરાના કરજણમાં 17 મીલીમીટર વરસાદ નોંધાયો છે..રાજ્યના જળશાયોની સ્થિતિ જોઇએ તો નર્મદા ડેમમાં 88 ટકા જળસંગ્રહ છે જ્યારે સો ટકા ભરાઇ ગયેલા 51 જળાશય , 70 ટકાથી વધુ 39 ડેમ છે.. 63 જેટલા ડેમ માટે હાઇએલર્ટ જાહેર કરાયું...

ઓગસ્ટ 16, 2024 2:17 પી એમ(PM) ઓગસ્ટ 16, 2024 2:17 પી એમ(PM)

views 5

આજે પૂર્વ રાજસ્થાન, છત્તીસગઢ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, છત્તીસગઢ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. તામિલનાડુ, પુડુચેરી, કોડાઇકેનાલ અને ગંગા તટીય પશ્ચિમ બંગાળમાં આવતીકાલ સુધી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. સપ્તાહ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, કેરળ, માહે, લક્ષદ્વીપ અને કર્ણાટકમાં ભારેથી અતિભારે તેમજ કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

ઓગસ્ટ 16, 2024 9:45 એ એમ (AM) ઓગસ્ટ 16, 2024 9:45 એ એમ (AM)

views 6

હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, છત્તીસગઢ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, છત્તીસગઢ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ અનુસાર તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને ગંગા તટીય પશ્ચિમ બંગાળમાં આવતીકાલ સુધી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. સપ્તાહ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, કેરળ, માહે, લક્ષદ્વીપ અને કર્ણાટકમાં વ્યાપકથી વ્યાપક, હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. આગામી 7 દિવસ દરમિયાન કોંકણ, ગોવા, ગુજરાત, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તટીય આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા અને ...

ઓગસ્ટ 12, 2024 3:59 પી એમ(PM) ઓગસ્ટ 12, 2024 3:59 પી એમ(PM)

views 11

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 153 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 71 ટકા વરસાદ નોંધાયાના અહેવાલ છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યના 62 ડેમ હાઈ-અલર્ટ પર, 16 ડેમ અલર્ટ અને 11 ડેમ વૉર્નિંગ પર છે. રાજ્યના હવામાન વિભાગે આજથી બુધવાર સુધી દરિયો ન ખેડવા પણ સૂચના આપી છે.

ઓગસ્ટ 12, 2024 3:27 પી એમ(PM) ઓગસ્ટ 12, 2024 3:27 પી એમ(PM)

views 7

રાજસ્થાનમાં પડી રહેલા મુશળધાર વરસાદ વચ્ચે રાજસ્થાનના વિવિધ ભાગોમાં 22 લોકોએ જીવ ગુમાવ્યા

શનિવારથી રાજસ્થાનમાં પડી રહેલા મુશળધાર વરસાદ વચ્ચે રાજસ્થાનના વિવિધ ભાગોમાં 22 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગઈકાલે જયપુર, કરૌલી, સવાઈમાધોપુર અને દૌસામાં ભારે વરસાદને કારણે શેરીઓમાં પાણી ભરાઈ ગયા હતા. આજે જયપુર, જયપુર ગ્રામીણ, દૌસા, કરૌલી, સવાઈમાધોપુર, ગંગાપુરઅને ભરતપુર જિલ્લામાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પરિસ્થિતિનો તાગ મેળવવા જયપુરમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. શ્રીશર્માએ અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્યને ઝડપી બનાવવા અને ...

ઓગસ્ટ 9, 2024 2:34 પી એમ(PM) ઓગસ્ટ 9, 2024 2:34 પી એમ(PM)

views 5

હવામાન વિભાગે આગામી સાત દિવસોમાં દેશના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી સાત દિવસોમાં દેશના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર ઉત્તર પૂર્વીય અને પશ્ચિમ હિમાલય વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. તો પૂર્વીય રાજ્યોમાં પણ આગામી ત્રણથી ચાર દિવસમાં સમાન સ્થિતિ રહી શકે છે. ઉપરાંત પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો, સિક્કીમ, ઝારખંડ, આસામ, મેઘાલય, બિહાર, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, કોંકણ, તમિલનાડુ, પુડ્ડુચેરી, કોડાઈકેનાલ, કેરળ, માહે, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ રાજસ્થાન, હરિ...