જાન્યુઆરી 1, 2025 7:23 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 7:23 પી એમ(PM)

views 4

સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ હોવાનું જણાવતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, તેમની સરકાર ખેડૂતોના કલ્યાણને આગળ વધારવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય કેબિનેટના નિર્ણયોનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે, 2025નું પ્રથમ કેબિનેટ ખેડૂતોની સમૃદ્ધિ વધારવા માટે સમર્પિત છે.તેમણે કહ્યું કે, દેશને તેના તમામ ખેડૂતો પર ગર્વ છે જેઓ રાષ્ટ્રને અન્ન પૂરું પાડવા માટે સખત મહેનત કરે છે.

જાન્યુઆરી 1, 2025 8:21 એ એમ (AM) જાન્યુઆરી 1, 2025 8:21 એ એમ (AM)

views 4

નવી આશા, ઉમંગ અને પડકારો સાથે વર્ષ 2025નો પ્રારંભ

નવી આશા, નવા ઉમંગ અને નવા પડકારો સાથે વર્ષ 2025નો પ્રારંભ થયો છે. દેશભરમાં લોકોએ નવા વર્ષને અનેરા ઉત્સાહ સાથે આવકાર્યું હતું. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. નવા વર્ષની વહેલી સવારથી જ દેશભરના લોકો પોતાના સ્નેહીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આજે વહેલી સવારથી જ અનેક મંદિરો અને ધાર્મિક સ્થળો પર માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. વારાણસીના વિશ્વ પ્રસિદ્ધ દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી દરમિયાન દીવાઓ સાથે 'નવું વર્ષ 2025 મંગલમય' લખી...

ડિસેમ્બર 30, 2024 6:36 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 6:36 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી એ  શ્રી કાર્ટરને ચોક્કસ લક્ષ્યના રાજનેતા ગણાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે શ્રી કાર્ટરે વૈશ્વિક શાંતિ અને સંવાદિતા માટે અથાગ મહેનત કરી હતી અને  ભારત-યુએસ સંબંધોને મજબૂતી આપવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.

ડિસેમ્બર 29, 2024 8:04 એ એમ (AM) ડિસેમ્બર 29, 2024 8:04 એ એમ (AM)

views 30

પ્રધાનમંત્રી મોદી આજે મન કી બાતમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાતની આ 117મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન AIR મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુ-ટ્યૂબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. ...

ડિસેમ્બર 28, 2024 8:22 એ એમ (AM) ડિસેમ્બર 28, 2024 8:22 એ એમ (AM)

views 26

કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘મન કી બાત’ રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનનાં સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વૅબસાઈટ અને newsonair મૉબાઇલ એપ પર કરાશે. ઉપરાંત AIR ન્યૂઝ, ડીડી ન્યૂઝ, PMO અને માહિતી પ્રસારણ મંત્રાલયની યુ-ટ્યૂબ ચૅનલો પર પણ ‘મન કી બાત’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી પર હિન્દી ભાષામાં પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં...

ડિસેમ્બર 28, 2024 8:15 એ એમ (AM) ડિસેમ્બર 28, 2024 8:15 એ એમ (AM)

views 2

આજે પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહના અંતિમ સંસ્કાર કરાશે

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહની અંતિમ યાત્રા આજે સવારે સાડા નવ વાગ્યે નવી દિલ્હીના કૉંગ્રેસ મુખ્યમથક ખાતેથી નીકળી સ્મશાન ઘાટ પહોંચશે. ડૉ. મનમોહન સિંહના રાજકીય સન્માન સાથે આજે અંતિમ સંસ્કાર કરાશે. આજે સવારે તેમના પાર્થિવ શરીરને તેમના આવાસથી કૉંગ્રેસ કાર્યાલય ખાતે લઈ જવાશે અને ત્યાં સામાન્ય નાગરિકો અને પક્ષના કાર્યકર્તાઓ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. કૉંગ્રેસ કાર્ય સમિતિ- સીડબલ્યુસી એ ગઈકાલે ડૉ. મનમોહન સિંહના અવસાન પર એક શોક પ્રસ્તાવ પસાર કર્યો હતો. પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહના અંતિ...

ડિસેમ્બર 27, 2024 10:52 એ એમ (AM) ડિસેમ્બર 27, 2024 10:52 એ એમ (AM)

views 2

પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહનું નિધન : સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહનું નિધન થયું છે, ડૉ. સિંહના નિધન અંગે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહનું ગઈકાલે નવી દિલ્હીમાં નિધન થયું. તેઓ 92 વર્ષના હતા. ગઈકાલે સાંજે તેઓ ઘરે બેભાન થઈ જતાં તેમને દિલ્હી એઈમ્સના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોએ તેમને બચાવવા તમામ પ્રયાસો કર્યા હતા. ગઇકાલે રાત્રે નવ વાગીને 51 મિનિટે AIIMSએ તેમનું નિધન થયું હોવાનું જાહેર કર્યું હતું. તેમની તબિયત કેટલાક મહિનાઓથી ખરાબ હતી. તેમના પરિવારમાં તેમની પત્ની ગુરુશ...

ડિસેમ્બર 27, 2024 8:30 એ એમ (AM) ડિસેમ્બર 27, 2024 8:30 એ એમ (AM)

views 3

પૂર્વ પીએમ મનમોહનસિંઘનું નિધન : મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું, રાજ્યમાં શોક પળાશે

દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહનસિંઘનું ગઇકાલે નિધન થયું હતું. 92 વર્ષની જૈફ વયે તેમનું નિધન થતાં દેશમાં શોકનો માહોલ પ્રવર્તી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉક્ટર મનમોહનસિંઘના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણ સોશિયલ મીડિયા પોસ્ટ X ના માધ્યમથી દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, દેશના વિકાસમાં ડોક્ટર મનમોહનસિંઘનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આ દુઃખના પ્રસંગે રાજ્યભરમાં પણ શોક પાળવામાં આવશે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘના દુઃખદ નિધનને કારણે જાહેર કરાયેલ રાષ્ટ્રીય શ...

ડિસેમ્બર 26, 2024 9:05 એ એમ (AM) ડિસેમ્બર 26, 2024 9:05 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે વીર બાળ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે વીર બાળ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સુપોષિત ગ્રામ પંચાયત અભિયાનનો પ્રારંભ કરાવશે. જેનો ઉદેશ્ય પોષણ સંબંધિત સેવાઓના સુદઢ અમલીકરણ અને સક્રિય સમુદાયની ભાગીદારીને સુનિશ્ચિત કરીને સુખાકારીમાં વધારો કરવાનો છે. આ કાર્યક્રમમાં અંદાજે ત્રણ હજાર 500 બાળકો અને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. વીર બાળ દિવસના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા અને દેશ પ્રત્યે સમર્પણની સંસ્કૃતિને પ્રોત્સ...

ડિસેમ્બર 23, 2024 10:48 એ એમ (AM) ડિસેમ્બર 23, 2024 10:48 એ એમ (AM)

views 7

પીએમ મોદી આજે વીડિયો કોન્ફરન્સથી 71000 યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવનિયુક્ત ઉમેદવારોને વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી 71 હજારથી વધુ નિમણૂકપત્ર એનાયત કરશે. ગાંધીનગરના બીએસએફ હેડ ક્વાટર્સ ખાતે પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કરાશે. દેશભરના 45 સ્થળ પર યોજાનારો આ રોજગાર મેળો રોજગાર સર્જનને વધુ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધlતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે, જે દેશનિર્માણ અને સ્વરોજગારમાં યુવાનોની ભાગીદારીને તક પૂરી પાડશે. દેશભરમાંથી પસંદગી પામેલા નવનિયુક્ત ઉમેદવારોની ગૃહ મંત...