ફેબ્રુવારી 10, 2025 8:25 એ એમ (AM) ફેબ્રુવારી 10, 2025 8:25 એ એમ (AM)

views 3

પરીક્ષા પે ચર્ચા અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ક્રિસ્ટલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અન્વયે અમદાવાદના વસ્ત્રાલની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ ગોષ્ઠિ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર તનાવ મુક્ત  પરીક્ષા આપી શકે તેની પ્રેરણા આપવા દેશભરમાં પરીક્ષા પે ચર્ચાની પહેલ કરેલી છે. આ પરીક્ષા પે ચર્ચાની આઠમી શ્રેણી આજે યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાતની 40 હજારથી વધુ શાળાઓમાં પરીક્ષા પેર ચર્ચા કાર્યક્રમનું વિવિધ માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે...

ફેબ્રુવારી 7, 2025 7:21 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 7:21 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ દિવસ ફ્રાન્સના પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ દિવસ ફ્રાન્સના પ્રવાસે જશે.દરમિયાન શ્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોં સાથે પેરિસમાં કૃત્રિમબુદ્ધિમત્તા-A.I. સમિટની સહ-અધ્યક્ષતા કરશે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આજે નવી દિલ્હીમાં આ અંગેમાહિતી આપી. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી આ મહિનાની 12 અને 13 તારીખે અમેરિકાનારાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષી બેઠક કરવા અમેરિકાની પણ પ્રવાસે જશે.

ફેબ્રુવારી 7, 2025 2:43 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 2:43 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાજપના વરિષ્ઠ નેતા અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાજપના વરિષ્ઠ નેતા અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે શ્રી ચૌપાલ એક સમર્પિત રામ ભક્ત હતા, જેમણે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં મૂલ્યવાન યોગદાન આપ્યું હતું.પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે, દલિત પૃષ્ઠભૂમિમાંથી આવતા, શ્રી ચૌપાલને સમાજના વંચિત સમુદાયોના કલ્યાણ માટેના તેમના કાર્ય માટે હંમેશા યાદ રાખવામાં આવશે. શ્રી મોદીએ આ દુઃખના સમયમાં તેમના પરિવાર અને સમર્થકો પ્રત્...

ફેબ્રુવારી 5, 2025 2:04 પી એમ(PM) ફેબ્રુવારી 5, 2025 2:04 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રીએ મહાકુંભમાં પ્રયાગરાજ ત્રિવેણી સંગમ પર આસ્થાની ડુબકી લગાવીને ગંગા પૂજન કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ મહાકુંભમાં ત્રિવેણી સંગમ પર પવિત્ર ડૂબકી લગાવી હતી.આ પહેલા મોદીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે હોડીમાં સવારી પણ કરી હતી.પ્રધાનમંત્રીએ ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ ત્રિવેણી પર પૂજા-અર્ચના કરી હતી.મોદી સાધુ-સંતો સાથે મુલાકાત કરે તેવી પણ શક્યતા છે.ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાની સલામતી અને જાળવણીની સરકારની પ્રતિબદ્ધતાના ભાગરૂપે પ્રધાનમંત્રી તીર્થસ્થળ પર પાયાના ઢાંચા અને સુવિધાઓને વધારવા માટે હંમેશા પગલાં લીધા છે.ગત વર્ષે ડિસેમ્બર ...

જાન્યુઆરી 31, 2025 3:09 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 3:09 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી કુસુમ –બી યોજના અંતર્ગત જે લાભાર્થીઓને વન વિભાગ દ્વારા સનદ હેઠળ જમીન મળેલ છે તેવા આદિવાસી વિસ્તારના ખેડૂતોને સોલાર પંપ સેટ વીજ જોડાણનો નિ:શુલ્ક લાભ આપવામાં આવે છે

પ્રધાનમંત્રી કુસુમ –બી યોજના અંતર્ગત જે લાભાર્થીઓને વન વિભાગ દ્વારા સનદ હેઠળ જમીન મળેલ છે તેવા આદિવાસી વિસ્તારના ખેડૂતોને સોલાર પંપ સેટ વીજ જોડાણનો નિ:શુલ્ક લાભ આપવામાં આવે છે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનાં અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલ મોટા પડાદરા ગામના લાભાર્થી અરજણભાઈ પગીના પરિવારે આ યોજનાનો લાભ મેળવવાથી ખૂબ ખુશી વ્યકત કરી હતી. પી.એમ. કુસુમ યોજના હેઠળ તેમને વિનામૂલ્યે સોલાર પંપ સેટ લગાવી આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ યોજના અંતર્ગત મહીસાગર જીલ્લામાં અત્યાર સુધી MGVCL દ્વારા ૧૧...

જાન્યુઆરી 31, 2025 2:45 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 2:45 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, અમેરિકન વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, અમેરિકન વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં, એક પેસેન્જર વિમાન અને લશ્કરી હેલિકોપ્ટર વચ્ચે થયેલી ટક્કરમાં લોકોના મોત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ કરીને, શ્રી મોદીએ ટ્વિટર પર લખ્યું કે,” ભારત યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના લોકો સાથે ઉભું છે. આ આપણા બધા માટે દુઃખદ ક્ષણ છે.” શ્રી મોદીએ, શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી

જાન્યુઆરી 28, 2025 9:47 એ એમ (AM) જાન્યુઆરી 28, 2025 9:47 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે ‘ઉત્કર્ષ ઓડિશા, મેક-ઈન-ઓડિશા કોન્ક્લેવ’નો ભૂવનેશ્વરથી અને 38મા રાષ્ટ્રીય રમતોત્સવનો દહેરાદૂનથી આરંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભુવનેશ્વરમાં જનતા મેદાન ખાતે ‘ઉત્કર્ષ ઓડિશાઃ મેક ઇન ઓડિશા’ સંમેલનનું ઉદઘાટન કરશે. બે દિવસનાં આ સંમેલનમાં 20 દેશ માંથી સાડા સાત હજારથી વધુ પ્રતિનિધીઓ આવશે.ઓડિશા રાજ્યની અત્યાર સુધીનાં સૌથી મોટા વેપાર સંમેલન માટે સજ્જ છે. સંમેલનમાં 100થી વધુ સમજૂતિપત્રો પર હસ્તાક્ષર કરવામાં આવશે, જેનાથી સાડા ત્રણ લાખથી વધુ રોજગારીનું સર્જન થવાનો સંભાવના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત મહારાણા પ્રતાપ સ્ટેડિયમ ખાતે 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ...

જાન્યુઆરી 28, 2025 9:35 એ એમ (AM) જાન્યુઆરી 28, 2025 9:35 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં X પોસ્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેના તેમના બીજા કાર્યકાળ માટે અભિનંદન આપ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં X પોસ્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેના તેમના બીજા કાર્યકાળ માટે અભિનંદન આપ્યા. શ્રી મોદીએ, બંને દેશ પરસ્પર લાભદાયી અને વિશ્વસનીય ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ. દેશના લોકોના કલ્યાણ માટે અને વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે સાથે મળીને કામ કરીશું.

જાન્યુઆરી 25, 2025 2:51 પી એમ(PM) જાન્યુઆરી 25, 2025 2:51 પી એમ(PM)

views 3

નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઈન્ડોનૅશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તો સાથે બેઠક શરૂ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ઈન્ડોનૅશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તો સાથે દ્વિપક્ષી બેઠક કરી રહ્યા છે. દરમિયાન બંને દેશ વચ્ચે અનેક મહત્વના સમજૂતી કરાર થવાની શક્યતા છે. આ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તોનું સ્વાગત કર્યું હતું. શ્રી સુબિયાન્તોને ગાર્ડ ઑફ ઑનર અપાયું હતું.

જાન્યુઆરી 22, 2025 9:59 એ એમ (AM) જાન્યુઆરી 22, 2025 9:59 એ એમ (AM)

views 8

સરકાર આજે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજનાની 10મી વર્ષગાંઠ ઉજવી રહી છે.

સરકાર આજે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજનાની 10મી વર્ષગાંઠ ઉજવી રહી છે. દીકરીઓનાં રક્ષણ, શિક્ષણ અને સશક્તિકરણ માટે એક દાયકાનાં સતત પ્રયાસોની સફળતા પ્રસંગે આજે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં સશસ્ત્ર દળો, અર્ધ લશ્કરી દળો, દિલ્હી પોલિસ, વિદ્યાર્થિનીઓ અને આંગણવાડી કાર્યકરો ભાગ લેશે. 10મી વર્ષગાંઠની ઉજવણી 8 માર્ચનાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સુધી ચાલશે. રાજ્ય અને જિલ્લા સ્તરે પણ આ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.