માર્ચ 9, 2025 8:00 પી એમ(PM) માર્ચ 9, 2025 8:00 પી એમ(PM)

views 7

દુબઇમાં રમાઇ રહેલી ભારત અને ન્યુઝિલેડ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતે આક્રમક શરૂઆત કરી હતી.

દુબઇમાં રમાઇ રહેલી ભારત અને ન્યુઝિલેડ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતે આક્રમક શરૂઆત કરી હતી.ભારતને મળેલા જીત માટેના 252 રનના લક્ષ્યાંકના જવાબમાં છેલ્લા અહેવાલ મુજબ 2 વિકેટ ગુમાવીને 21 ઓવરમાં 115.રન કર્યા હતા. કેપ્ટન રોહિત શર્મા અને ગીલના ઓપનિંગ જોડીએ આક્રમક શરૂઆત કરીને અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી.. અગાઉ ટોસ જીતીને ન્યુઝિલેંડે બેટીંગ પસંદ કર્યુ હતું. જોકે ભારતીય સ્પિનરોએ ન્યુઝિલેંડના બેટ્સમેનોને રન કરવા દીધા ન હતા અને ટોચના બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરી દીધા હતા.. જોકે મેચેલ અને...

ફેબ્રુવારી 24, 2025 2:15 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 2:15 પી એમ(PM)

views 7

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, આજે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, આજે ગ્રૂપ Aમાં ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. પાકિસ્તાનનાં રાવલપિંડીમાં બપોરે અઢી વાગે મેચ શરૂ થશે.ગઈકાલે રાત્રે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે તેનાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 6 વિકેટે પરાજય આપ્યો હતો. જેમાં વિરાટ કોહલીએ અણનમ 100 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. શ્રેયસ ઐયરે 56 અને શુભમન ગીલે 46 રન કર્યા હતા. આ સાથે ગ્રૂપ Aમાં સેમિ ફાઇનલમાં ભારતનું સ્થાન નિશ્ચિત બન્યું છે.

ફેબ્રુવારી 21, 2025 2:57 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 2:57 પી એમ(PM)

views 5

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, આજે ગ્રુપ Bમાં અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, આજે ગ્રુપ Bમાં અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે. પાકિસ્તાનના કરાચીમાં નેશનલ સ્ટેડિયમ ખાતે બપોરે અઢી વાગ્યે મેચ શરૂ થશે. ગઈકાલે રાત્રે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રુપ Aમાં ભારતે બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવીને વિજયી આરંભ કર્યો છે. પહેલા બેટિંગ કરતા બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારત તરફથી, મોહમ્મદ શમીએ 5, હર્ષિત રાણાએ 3 અને અક્ષર પટેલે 2 વિકેટ ઝડપી હતી. શુબમન ગિલે અણનમ 101 રન કરતા તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા.

ફેબ્રુવારી 20, 2025 8:06 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 8:06 પી એમ(PM)

views 2

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતાં ભારતને 229 રનનું લક્ષ્યાંક આપ્યું છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ભારતના 21 ઓવરમાં 1 વિકેટે 104 રન થયા છે.