ઓગસ્ટ 27, 2024 7:14 પી એમ(PM) ઓગસ્ટ 27, 2024 7:14 પી એમ(PM)
5
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતની રાહત અને બચાવ કામગીરીના પગલાની સમીક્ષા ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ માધ્યમથી કરી હતી. કેન્દ્ર સરકારે રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા ભારતીય સેનાની છ કોલમ ટુકડી ફાળવી છે. વરસાદથી વધારે અસરગ્રસ્ત દેવભૂમિદ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં સેનાની આ છ કોલમ તહેનાત કરવામાં આવી છે, જે રાહત- બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન કાર્યમાં મદદરૂપ થશે. ઉપરાંત NDRF ની 14 પ્લાટૂન અન...