જૂન 27, 2025 9:08 એ એમ (AM) જૂન 27, 2025 9:08 એ એમ (AM)

views 8

ભારત સાથે ટૂંક સમયમાં એક મોટા વેપાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર થશે : ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત સાથે ટૂંક સમયમાં એક મોટો વેપાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર થશે. ગઈકાલે એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું હતું કે ચીન સાથે કરાર થઈ ગયો છે, હવે ટૂંક સમયમાં ભારત સાથે એક મોટો કરાર થશે. જોકે, તેમણે ચીન સાથેના કરારની વિગતો આપી ન હતી. શ્રી ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે દરેક દેશ સાથે વેપાર કરાર થશે નહીં.

માર્ચ 17, 2025 6:35 પી એમ(PM) માર્ચ 17, 2025 6:35 પી એમ(PM)

views 5

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર અમેરિકા સ્થિત પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પોડકાસ્ટ ઇન્ટરવ્યૂને શેર કર્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર અમેરિકા સ્થિત પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પોડકાસ્ટ ઇન્ટરવ્યૂને શેર કર્યો હતો. ઇન્ટરવ્યૂ દરમિયાન, શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ટ્રમ્પ તેમના પહેલા કાર્યકાળ કરતાં રાષ્ટ્રપતિ પદ માટે ઘણા વધુ સજ્જ છે. આ પોડકાસ્ટમાં તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેના તેમના સંબંધો વિશે વિસ્તૃત વાત કરી હતી.. શ્રી મોદીએ અમેરિકા પ્રત્યેની તેમના સમર્પણની પ્રશંસા કરી હતી. ત્રણ કલાકથી વધુ ચાલેલી વાતચીત દરમિયાન, પ્ર...

માર્ચ 17, 2025 6:30 પી એમ(PM) માર્ચ 17, 2025 6:30 પી એમ(PM)

views 8

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાતચિત કરશે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાતચિત કરશે. ગઈકાલે ફ્લોરિડાથી વોશિંગ્ટન જતાં વિમાનમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ટ્રમ્પે કહ્યું હતું કે, રશિયા યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના વ્યાપક પ્રયાસના ભાગરૂપે જમીન અને પાવર પ્લાન્ટ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શ્રી ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન બંને નેતાઓ વચ્ચે આ બીજી મંત્રણા હશે. ફેબ્રુઆરીમાં તેમની અગાઉની વાતચીતમાં, ટ્રમ્પ અને પુતિન યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવાના હેતુ...

ફેબ્રુવારી 20, 2025 3:49 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 3:49 પી એમ(PM)

views 5

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને ચેતવણી આપતા કહ્યું કે ત્રણ વર્ષ જૂના યુદ્ધનો અંત લાવવા માટે રશિયા સાથે શાંતિ કરાર યુક્રેન વિના પણ થઈ શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને ચેતવણી આપતા કહ્યું કે ત્રણ વર્ષ જૂના યુદ્ધનો અંત લાવવા માટે રશિયા સાથે શાંતિ કરાર યુક્રેન વિના પણ થઈ શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિએ ગઈકાલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વાત કહી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ફરિયાદ કરી હતી કે યુક્રેન રિયાધમાં અમેરિકા અને રશિયન રાજદ્વારીઓ વચ્ચેની વાટાઘાટોનો ભાગ નથી અને યુક્રેન તેની ભાગીદારી વિના થયેલા કોઈપણ શાંતિ કરારને સ્વીકારશે નહીં, ત્યારબાદ અમેરિકા તરફથી આ ચેતવણી આપવામાં આવી છે....

ફેબ્રુવારી 6, 2025 8:13 એ એમ (AM) ફેબ્રુવારી 6, 2025 8:13 એ એમ (AM)

views 3

અમેરિકાથી પરત મોકલાયેલા 33 ગુજરાતીઓ આજે અમદાવાદ પહોંચશે

અમેરિકામાં ગેરકાયદે રહેતા 104 જેટલા ભારતીયોને ગઈકાલે અમેરિકન વિમાનમાં પંજાબના અમૃતસર ખાતે લવાયા હતા. અમારા અમદાવાદના પ્રતિનિધિ જણાવે છે કે, અમેરિકાથી પરત મોકલાયેલા આ ભારતીયોમાં રાજ્યના 33 લોકો સામેલ છે. આમાં પણ સૌથી વધુ લોકો ઉત્તર ગુજરાતના અને એક વ્યક્તિ અમદાવાદના થલતેજ વિસ્તારના રહેવાસી હોવાનું જણાયું છે. આ તમામ લોકોને આજે સવારે અમદાવાદ લવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ અમેરિકામાં ગેરકાયદે વસતા વિવિધ દેશનાં લોકોને પરત મોકલવા કાર્યવાહી હાથ ધ...

ફેબ્રુવારી 5, 2025 2:09 પી એમ(PM) ફેબ્રુવારી 5, 2025 2:09 પી એમ(PM)

views 8

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં રોજગારીની તકો પૂરી પાડીને તેનો આર્થિક વિકાસ કરવાની તૈયારી દર્શાવી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમેરિકા યુદ્ધગ્રસ્ત ગાઝાપટ્ટી પર કબજો મેળવવા અને તેનો આર્થિક વિકાસ કરવાની યોજના ધરાવે છે.આજે વ્હાઇટ હાઉસ ખાતે મુલાકાતે આવેલા ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં,ટ્રમ્પે કહ્યું, સ્થળ પરના બધા જોખમી ન ફૂટેલા વિસ્ફોટક અને અન્ય શસ્ત્રોને અમેરિકા તોડી પાડશે.ટ્રમ્પે ઉમેર્યુ, તેઓ આ વિસ્તારમાં રોજગારીની તક ઉભી કરશે અને કાટમાળ હટાવીને માળખાગત વિકાસ કરીને રહેઠાણોનું નિર્માણ પણ કરશે.ઈઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહ...

જાન્યુઆરી 21, 2025 1:57 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 1:57 પી એમ(PM)

views 7

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે અમેરિકાને WHOમાંથી બહાર કરવા સહિતનાં 80 જેટલાં આદેશ પસાર કર્યા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળના પહેલા દિવસે જ 80 જેટલા વહીવટી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું, તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા મૅક્સિકૉને અડીને આવેલી અમેરિકાની દક્ષિણી સરહદ પર રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવાની છે. તેમણે કહ્યું કે, દરેક પ્રકારની ગેરકાયદેસર ઘૂસણખોરીને તાત્કાલિક રોકવામાં આવશે. તેમજ લાખો અજાણ્યા ગુનેગારોને તેમની મૂળ જગ્યાએ પરત મોકલવાનું કામ પણ શરૂ કરાશે.ટ્રમ્પે એક મુખ્ય આદેશમાં વિશ્વ આરોગ્ય સંસ્થા- WHO માંથી ખસી જવાનો આદેશ આપ્યો છે, જેમાં તેમણે ...

જાન્યુઆરી 20, 2025 8:03 પી એમ(PM) જાન્યુઆરી 20, 2025 8:03 પી એમ(PM)

views 7

ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમેરિકાના 47મા રાષ્ટ્રપ્રમુખ તરીકે અને જેડી વાન્સ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે

ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમેરિકાના 47મા રાષ્ટ્ર પ્રમુખ તરીકે અને જેડી વાન્સ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. વોશિંગ્ટન ડીસીમાં મુખ્ય ન્યાયમૂર્તિ જોન રોબર્ટ્સની ઉપસ્થિતિમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે.આ સમારોહ ભારતીય સમય મુજબ રાત્રે સાડા આઠ વાગ્યે શરૂથશે. સત્તા હસ્તાંતરણના ભાગ રૂપે ટ્રમ્પ તેમનું ઉદ્ઘાટન ભાષણ આપશે.શપથ ગ્રહણ પહેલા ગઇકાલે વોશિંગ્ટન ડીસીમાં સમર્થકોને સંબોધિત કર્યા હતા.વિદેશમંત્રી એસ જયશંકર સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.આ સમારોહમાં અનેકદેશોનાં વડાઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ટોચનાં ઉદ્યોગપતિઓને ...

જુલાઇ 19, 2024 8:15 પી એમ(PM) જુલાઇ 19, 2024 8:15 પી એમ(PM)

views 8

ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ઉપર થયેલા હુમલા બાદ પ્રેમ અને સહકાર બદલ અમેરિકાની જનતાનો આભારમાન્યો

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ઉપર થયેલા હુમલા બાદ પ્રેમ અને સહકાર બદલ અમેરિકાની જનતાનો આભારમાન્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે અમેરિકાના લોકોની સેવા કરી શકે તેવી સરકારબનાવવા તેઓ વચનબદ્ધ છે.ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પક્ષ માટે સત્તાવાર રીતે ઉમેદવારીનો સ્વીકાર કરતાવિસ્કોન્સિનના રિપબ્લિકન નેશનલ કન્વેક્શન સેન્ટર ખાતે બોલી રહ્યા હતા. ઉલ્લેખનીયછે કે આ વર્ષના નવેમ્બર માસમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાવાનીછે.

જુલાઇ 16, 2024 4:21 પી એમ(PM) જુલાઇ 16, 2024 4:21 પી એમ(PM)

views 20

અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીએ ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદના સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તાવાર રીતે રિપબ્લિકન પાર્ટીએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા છે. ગઈકાલે રાત્રે મિલવૌકીમાં રિપબ્લિકન નેશનલ કમિટીના પ્રતિનિધિઓએ બહુમતી સાથે તેમનુ નામાંકન કર્યુ હતું. ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ત્રીજી વાર રેસમાં છે. અગાઉ ટ્રમ્પ વર્ષ 2016 માં જીત્યા હતા અને ત્યારબાદ 2020 માં રાષ્ટ્રપતિ જો બિડેન સામે હાર્યા હતા. અમેરિકા પ્રમુખપદની ચૂંટણી આ વર્ષે નવેમ્બરમાં યોજાશે. શ્રી ટ્રમ્પે ઓહિયોના સેનેટર જેડી વેન્સને તેમના ઉપપ્રમુખ પદના ઉમેદ...