જાન્યુઆરી 29, 2025 7:01 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 7:01 પી એમ(PM)

views 3

ઓમાનમાં આવતા મહિને યોજાનારી ICC ક્રિકેટ વર્લ્ડકપ લીગ ટૂર્નામેન્ટની તૈયારી માટે અમેરિકાની ક્રિકેટ ટીમ હાલ આણંદ પહોંચી

ઓમાનમાં આવતા મહિને યોજાનારી ICC ક્રિકેટ વર્લ્ડકપ લીગ ટૂર્નામેન્ટની તૈયારી માટે અમેરિકાની ક્રિકેટ ટીમ હાલ આણંદ પહોંચી છે. જિલ્લાના જિટોડિયા ગામમાં આવેલી ક્રિકેટ અકાદમીમાં આ ટીમ પૂર્વાભ્યાસ કરી રહી છે. અમેરિકાની ટીમના સુકાની મોનાર્ક પટેલ મૂળ આણંદના જ છે.

જાન્યુઆરી 26, 2025 9:10 એ એમ (AM) જાન્યુઆરી 26, 2025 9:10 એ એમ (AM)

views 24

ક્રિકેટમાં, ભારતે ગઈકાલે રાત્રે ચેન્નાઈમાં રમાયેલી બીજી ટી 20 મેચમાં ઇંગ્લેન્ડ સામે બે વિકેટથી વિજય મેળવ્યો છે.

ક્રિકેટમાં, ભારતે ગઈકાલે રાત્રે ચેન્નાઈમાં રમાયેલી બીજી ટી 20 મેચમાં ઇંગ્લેન્ડ સામે બે વિકેટથી વિજય મેળવ્યો છે. 166 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 19.2 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને જીત મેળવી છે. ભારત માટે, તિલક વર્માએ 55 બોલમાં 72 રન બનાવીને ભારતને જીત અપાવી છે. વોશિંગ્ટન સુંદરે 19 બોલમાં 26 રન બનાવ્યા. તિલક વર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. પ્રથમ બેટિંગ કરવા આવેલા ઇંગ્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 165 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે સૌથી વધુ 45 રન બનાવ્યા. ભારત માટે,...

જાન્યુઆરી 25, 2025 2:58 પી એમ(PM) જાન્યુઆરી 25, 2025 2:58 પી એમ(PM)

views 6

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ ટી-20 ક્રિકેટ શ્રેણીની બીજી મેચ આજે ચેન્નઈમાં રમાશે

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ ટી-20 ક્રિકેટ મેચની શ્રેણીની બીજી મેચ આજે ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ્ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. સુકાની સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમ આ શ્રેણીમાં એક શૂન્યથી આગળ ચાલી રહી છે. આ પહેલા બુધવારે કોલકાતામાં રમાયેલી મેચમાં ભારતે ઇંગ્લૅન્ડને સાત વિકેટથી હરાવ્યું હતું.

ડિસેમ્બર 27, 2024 2:39 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 2:39 પી એમ(PM)

views 4

વડોદરામાં રમાઇ રહેલી ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રીજી એક દિવસીય મહિલા ક્રિકેટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ભારતને જીતવા માટે 163 રનનું લક્ષ્યાંક અપાયુ

વડોદરામાં રમાઇ રહેલી ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રીજી એક દિવસીય મહિલા ક્રિકેટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ભારતને જીતવા માટે 163 રનનું લક્ષ્યાંક અપાયુ છે. છેલ્લા અહેવાલ પ્રમાણે, ભારતે બે વિકેટે 42 રન કર્યા છે. સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલ રમી રહ્યાં છે. અગાઉ વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં 38 પોઇન્ટ એક ઓવરમાં 162 રન કર્યા હતા.. ભારત તરફથી રેણુકા સિંઘે ચાર અને દિપ્તી શર્માએ છ વિકેટ ઝડપી હતી. પ્રવાસી ટીમ તરફથી હેનરીએ સૌથી વધઉ 61 અને કેમ્પબેલે 46 રન ફટકાર્યા હતા.

ડિસેમ્બર 26, 2024 2:20 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 2:20 પી એમ(PM)

views 30

ક્રિકેટમાં, ઑસ્ટ્રેલિયાના મેલબર્ન ખાતે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 6 વિકેટે 311 રન નોંધાવ્યા છે

ક્રિકેટમાં, ઑસ્ટ્રેલિયાના મેલબર્ન ખાતે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 6 વિકેટે 311 રન નોંધાવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમે પાંચ મેચની શ્રેણીમાં એક-એક મેચ જીતી છે. ભારતીય ટીમ તાજેતરની બોક્સિંગ ડે ટેસ્ટમાં પ્રભાવી રહ્યું છે, જેમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે છેલ્લી ત્રણમાંથી બે મેચ જીતી હતી, જ્યારે એક મેચ ડ્રો થઈ હતી.

ડિસેમ્બર 15, 2024 8:38 એ એમ (AM) ડિસેમ્બર 15, 2024 8:38 એ એમ (AM)

views 5

બોર્ડર ગાવસ્કર ક્રિકેટ ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે યજમાન ઓસ્ટ્રેલિયાએ છેલ્લા સમાચાર મળયા ત્યાં સુધી 3 વિકેટ ગુમાવીને 98 રન બનાવ્યા છે.

બોર્ડર ગાવસ્કર ક્રિકેટ ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે યજમાન ઓસ્ટ્રેલિયાએ છેલ્લા સમાચાર મળયા ત્યાં સુધી 3 વિકેટ ગુમાવીને 98 રન બનાવ્યા છે. આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ કોઈપણ નુકશાન વિના 28 રન બનાવ્યા હતા. પાંચ મેચની શ્રેણી હાલમાં એક-એકથી બરાબર છે.

નવેમ્બર 22, 2024 2:32 પી એમ(PM) નવેમ્બર 22, 2024 2:32 પી એમ(PM)

views 2

પર્થમાં આજથી શરૂ થયેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતનો પ્રથમ દાવ એકસો પચાસ રને સમેટાઇ ગયો

પર્થમાં આજથી શરૂ થયેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતનો પ્રથમ દાવ એકસો પચાસ રને સમેટાઇ ગયો હતો. ટોસ જીતીને પહેલા બેટીંગ લેવાનો નિર્ણય કેપ્ટન બૂમરાહ માટે ખોટો સાબિત થયો હતો.. ટીમ ઇન્ડિયાના ટોચના ખેલાડીઓ નિષ્ફળ રહ્યા હતા. નવોદીત નિતિશકુમાર રેડ્ડી સૌથી વધુ 41 રન કરી શક્યો હતો જ્યારે પંતે 37 અને કે એલ રાહુલે 26 રન કર્યા હતા. જ્યારે અન્ય ખેલાડીઓ નિષ્ફળ નિવડ્યા હતા. ઓસ્ટ્રેલિયાના બોલર હેઝલવુડે ચાર અને કમિન્સ, માર્શ અને સ્ટાર્કને બે-બે વિકેટો મળી હતી. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ઓસ્ટ્રેલિયાએ ભારતના 150...

નવેમ્બર 9, 2024 10:42 એ એમ (AM) નવેમ્બર 9, 2024 10:42 એ એમ (AM)

views 9

પ્રથમ T20 માં ભારતે આફ્રિકાને 61 રને હરાવ્યું

દક્ષિણ આફ્રિકાના ડર્બન ખાતે ગઈકાલે રાત્રે રમાયેલ પ્રથમ ટી20 ક્રિકેટ મેચમાં ભારતે દક્ષિણ આક્રિકાને 61 રનથી હરાવી ચાર મેચની શ્રેણીમાં 1-0ની લીડ પ્રાપ્ત કરી છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરતાં ભારતે 20 ઓવરમાં 202 બનાવ્યા હતા. જેમાં સંજુ સેમસને 10 સિક્સની મદદથી 50 બોલમાં 107 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં 203ના લક્ષ્યનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકાની સમગ્ર ટીમ 17.5 ઓવરમાં 141 રન પર સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. સંજુ સેમસનને પ્લેયર ઓફ ધ મેચ...

ઓક્ટોબર 26, 2024 8:50 એ એમ (AM) ઓક્ટોબર 26, 2024 8:50 એ એમ (AM)

views 21

ક્રિકેટમાં, ન્યુઝીલેન્ડ આજે સવારે પુણે ખાતે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારત સામે 5 વિકેટે 198 રનના ઓવરનાઈટ સ્કોરથી તેમનો બીજો દાવ ફરી શરૂ કરશે.

ક્રિકેટમાં, ન્યુઝીલેન્ડ આજે સવારે પુણે ખાતે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારત સામે 5 વિકેટે 198 રનના ઓવરનાઈટ સ્કોરથી તેમનો બીજો દાવ ફરી શરૂ કરશે. ન્યૂઝીલેન્ડને અત્યાર સુધી 301 રનની લીડ મળી છે. પ્રથમ ઇનિંગમાં, ન્યૂઝીલેન્ડ 259 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ મેચમાં વોશિંગ્ટન સુંદરે તેની પ્રથમ 5 વિકેટ જ્યારે રવિચંદ્રન અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી. ગઈકાલે રમતના અંત સુધીમાં, ગ્લેન ફિલિપ્સ 9 રને અને ટોમ બ્લંડેલ 30 રને રમતમાં હતા. ગઈકાલે ભારતીય ટીમે પ્રથમ દાવમાં 156 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી મિશેલ સેન્...

સપ્ટેમ્બર 27, 2024 7:57 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2024 7:57 પી એમ(PM)

views 2

કાનપુરમાં રમાઇ રહેલી બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસે બાંગ્લાદેશે પહેલી ઇનિંગમાં ત્રણ વિકેટે 107 રન બનાવ્યા

કાનપુરમાં રમાઇ રહેલી બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસે બાંગ્લાદેશે પહેલી ઇનિંગમાં ત્રણ વિકેટે 107 રન બનાવ્યા છે. ભારે વરસાદને કારણે આજે બપોર બાદ મેચ અટકાવી દેવાઇ હતી. ત્યારે મોમિનુલ હક 40 રને અને મુશફિકુર રહીમ 6 રને રમતમાં હતા, ભારત તરફથી આકાશ દીપે બે જ્યારે રવિચંદ્રન અશ્વિને 1-1 વિકેટ લીધી હતી. અગાઉ, વરસાદ અને ભીના આઉટફિલ્ડને કારણે ટોસમાં પણ વિલંબ થયા બાદ ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે પ્રવાસી બાંગ્લાદેશની ...