ફેબ્રુવારી 9, 2025 8:21 એ એમ (AM) ફેબ્રુવારી 9, 2025 8:21 એ એમ (AM)

views 6

અમરેલી જિલ્લાના ખેડૂતો હવે ખારેક, ડ્રેગન ફ્રુટ અને અંજીર જેવા નવા પાકની ખેતી પણ કરી રહ્યા છે.

અમરેલી જિલ્લાના ખેડૂતો હવે ખારેક, ડ્રેગન ફ્રુટ અને અંજીર જેવા નવા પાકની ખેતી પણ કરી રહ્યા છે. એક વર્ષ અગાઉ અમરેલી જિલ્લામાં 58 હજાર હેકટરમાં બાગાયતી પાક થયો હતો, જે વધીને હવે 66 હજાર હેક્ટર થયો છે. અહીંના ખેડૂતોએ ડ્રેગન ફ્રુટ વાવેતરનો નવીન અભિગમ અપનાવ્યો છે, તો ટીસ્યુ કલ્ચર ખારેકનું પણ વાવેતર કર્યુ છે. જો કે જિલ્લામાં સૌથી વધુ કેરીનો પાક લેવાય છે. આ ઉપરાંત લીંબુ, દાડમ, પપૈયા, બોર અને જામફળની પણ ખેતી થાય છે. હાલમા જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા પણ હોવાથી ખેડૂતો ડુંગળી, લસણ અને અન્ય મરી મસાલાન...

ફેબ્રુવારી 4, 2025 8:20 એ એમ (AM) ફેબ્રુવારી 4, 2025 8:20 એ એમ (AM)

views 6

અમરેલીમાં શરૂ કરાયેલી ખેતી હોસ્પિટલે રાજ્યભરના ખેડૂતોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

અમરેલીમાં શરૂ કરાયેલી ખેતી હોસ્પિટલે રાજ્યભરના ખેડૂતોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા મૌલિક કોટડિયાએ આ ખેતી હોસ્પિટલ શરૂ કરી છે. આ હોસ્પિટલ દ્વારા જમીન ચકાસણી, અળસિયાનું ખાતર, ગાર્ડન કિચન, મધ, કાચરી ગાય, ગોબર ની તમામ સિસ્ટમ, ગો મૂત્ર અંગે તમામ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ખેડૂત સારું ઉત્પાદન લઇ શકે અને હોસ્પિટલ દ્વારા અપાયેલા માર્ગદર્શન અનુસાર જમીન માં સુધારો કરીને ખેડૂતો સારુ આર્થિક ઉપાર્જન મેળવી શકે તેવો ખેતી હોસ્પિટલનો આશય હોવાનું મૌલિક કોટડાયએ જણા...

જાન્યુઆરી 23, 2025 3:32 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 3:32 પી એમ(PM)

views 5

અમરેલીના પૂજાપાદર ગામમાં દીપડો મલધારીના વાડામાં ઘૂસી ગયો હતો. દીપડાનાં હુમલામાં 16 ઘેટાં બકરાના મોત થયાં

અમરેલીના પૂજાપાદર ગામમાં દીપડો મલધારીના વાડામાં ઘૂસી ગયો હતો. દીપડાનાં હુમલામાં 16 ઘેટાં બકરાના મોત થયાં હતાં. અને 7 ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતા લીલીયા રેંજની વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વનવિભાગે પંચનામાની કાર્યવાહી કરી દીપડાનું લોકેશન શોધવા કામગીરી હાથ ધરી છે. સરકારના નિયમ મુજબ માલધારી પરિવારને મૃત પશુઓનું વળતર ચૂકવવામાં આવશે.

ઓક્ટોબર 15, 2024 11:10 એ એમ (AM) ઓક્ટોબર 15, 2024 11:10 એ એમ (AM)

views 9

પાક નુકસાન માટે સરવે કરાવવા અમરેલીના ધારાસભ્ય વેકરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેનાથી ખેતીપાકોને નુકશાનીની ભીતી છે. ત્યારે અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોની નુકસાનીનો સર્વે કરીને તાત્કાલિક ધોરણે સહાયની ચૂકવણી કરવાની માંગણી કરી છે. અમરેલી અને જિલ્લામાં સતત વરસાદને કારણે ખેતીપાકોને વ્યાપક નુકશાન થયું હોવાનો પણ તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે.