T-20 આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને નવ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. આ મેચ ગઈકાલે રાત્રે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી. વેસ્ટ ઈન્ડિઝે 26 બોલ બાકી રહેતા 160 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. કેપ્ટન હેલી મેથ્યુઝ 85 રન બનાવીને અણનમ રહી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી.
આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટે 159 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝની ટીમે ત્રણ આંતરરાષ્ટ્રીય ટી-20 અને ત્રણ વનડે મેચ રમવાની છે.
આવતીકાલે ત્રીજી અને અંતિમ ટી20 મેચ રમાશે જ્યારે વનડે મેચ 22, 24 અને 27 ડિસેમ્બરે રમાશે.
Site Admin | ડિસેમ્બર 18, 2024 10:35 એ એમ (AM)