ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 7, 2024 11:37 એ એમ (AM)

printer

RBIએ ખેડૂતોને 7 ટકાના વ્યાજ દરે 3 લાખ રૂપિયાની મર્યાદિત રકમ આપવા જણાવ્યું

કેન્દ્ર સરકાર દ્વારા સંશોધિત વ્યાજ સહાયતા યોજનાને ચાલુ રાખવાના નિર્ણયને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બેંક – RBIએ , બેંકોને પાક લોન, પશુપાલન, ડેરી, મત્સ્યઉછેર, મધમાખી ઉછેર સહિતની સંબંધિત પ્રવૃત્તિઓ માટે ઓછા વ્યાજ દરે ટૂંકા ગાળાની લોન આપવા જણાવ્યું છે. ખેડૂતોને 7 ટકાના વ્યાજ દરે 3 લાખ રૂપિયાની મર્યાદિત રકમ આપવામાં આવશે. RBIએ એક જાહેરનામામાં જણાવ્યું છે કે, ધિરાણ આપતી સંસ્થાઓને વર્ષ 2024-25 માટે વ્યાજમાં દોઢ ટકાની છૂટ મળશે. જે ખેડૂતો તેમની લોન સમયસર ચૂકવશે તેમને વ્યાજમાં ત્રણ ટકા વધારાની છૂટ આપવામાં આવશે. RBIએ વધુમાં ઉમેર્યું કે, ટૂંકા ગાળાની લોન લેવા માટે આધાર નંબર લિંક કરવું ફરજિયાત રહેશે. દરમિયાન,ખેડૂતો દ્વારા વિકટ પરિસ્થિતિમાં ઉપજ વેચાણને અટકાવવા અને વેરહાઉસમાં ઉત્પાદનના સંગ્રહને પ્રોત્સાહિત કરવા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને લણણી પછી છ મહિનાના વધારાના સમયગાળા માટે વ્યાજમાં છૂટનો લાભ મળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ