માર્ગ અને પરિવહન મંત્રાલય રાજ્યના આણંદ,બારડોલી, જુનાગઢ, જામનગર અને મહેસાણા જિલ્લામાં આવતીકાલથી પીયુસીસી સોફ્ટવેર 2.0 અમલમાં મુકાશે. મંત્રાલયે પીયુસી એટલે કે, પૉલ્યુશન અંડર કન્ટ્રોલ પ્રમાણપત્ર જાહેર કરવાની વ્યવસ્થાને “પીયુસીસી સોફ્ટવેર વર્ઝન 2.0”થી અદ્યતન કરી છે. આ મોબાઈલ એપ્લિકેશનથી પીયુસી કેન્દ્રો દ્વારા વાહનચાલકોને પીયુસી પ્રમાણપત્ર એનાયત કરાશે. તેમજ પીયુસી કેન્દ્રના 30થી 40 મીટરની ત્રિજ્યામાં જ પીયુસી પ્રમાણપત્ર અપાશે.વાહનોના નોંધણી નંબર પ્લેટનો ફોટો, વાહનનો પીયુસી સેન્ટર સાથેનો ફોટો અને વાહનનો 4-5 સેકેન્ડનો નાનો વીડિયો બનાવી પીયુસીસી 2.0 સૉફ્ટવેરમાં અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ જ પીયુસી કેન્દ્રો સંબંધિત વાહનોનું પીયુસી પ્રમાણપત્ર આપી શકશે
Site Admin | સપ્ટેમ્બર 24, 2024 7:36 પી એમ(PM)