PMJAY-મા યોજના અંતર્ગત ગેરરીતિ બદલ રાજ્યની વધુ પાંચ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે.. પ્રિ-ઓથ દરમિયાન લેબ રિપોર્ટમાં છેડછાડ, યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન, બી.યુ. અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ સહિતના કારણોસર આ પાંચ હોસ્પિટલ્સને સસ્પેન્ડ કરાઇ છે..
આ સસ્પેન્ડ કરાયેલી હોસ્પિટલમાં પાટણની બે, દાહોદની એક, અમદાવાદ અને અરવલ્લીની એક-એક હોસ્પિટલનો સમાવેશ થાય છે. સસ્પેન્ડ કરાયેલી આ હોસ્પિટલોને ૫૦ લાખ સુધીનો દંડ અને ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી યોજનામાંથી સસ્પેન્ડની કાર્યવાહી કરાઇ છે. આ અગાઉ ગેરરીતી બદલ ગત અઠવાડિયામાં રાજ્યની કુલ પાંચ એમ્પેન્લ્ડ હોસ્પિટલ અને બે ડૉક્ટરને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાયા હતા..
Site Admin | ડિસેમ્બર 9, 2024 3:40 પી એમ(PM)
PMJAY-મા યોજના અંતર્ગત ગેરરીતિ બદલ રાજ્યની વધુ પાંચ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે
