ઓક્ટોબર 7, 2026 9:38 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ આજે પૂર્ણ – દેશભરમાં ઊજવણી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર જીવનમાં સફર સાતમી ઓક્ટોબર 2001થી શરૂ થઈ હતી અને આજના દિવસે તેઓ જાહેર જીવનમાં 25 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન આજે વિકસિત ભારત સંકલ્પ સભાને સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના સંબોધનોની સાથે, પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી વિનોદ તાવડે અયોધ્યાથી ભાગ લેશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક અને રાજ્યના સહ-પ્રભારી ડૉ. મેધા કુલકર્ણી લખનૌના હઝરતગંજ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી કાર્યક્રમમાં જોડાશે.

આ સ્થળોએથી પાર્ટીના પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકરો અને સ્થાનિક રહેવાસીઓ મોટી સંખ્યામાં વિક્ષિત ભારત સંકલ્પ સભામાં ભાગ લેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.