ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 8, 2024 7:42 પી એમ(PM)

printer

PIB ધ્વારા પીએમ કુસુમ યોજના હેઠળ નકલી મંજુરી પત્રની છેતરપીંડીથી સાવધ રહેવા લોકોને સુચના આપી

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો, PIBના સત્યતા ચકાસણી યુનિટે એવા કૌભાંડ સામે ચેતવણી આપી છે જેમાં છેતરપિંડી કરનારાઓ પીએમ કુસુમ યોજના હેઠળ નોંધણી ફી તરીકે આઠ હજાર રૂપિયા માંગી રહ્યા છે. સત્યતા ચકાસણી યુનિટે જણાવ્યું હતું કે, લોકોને નકલી મંજૂરીનો પત્ર મોકલવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ યોજના હેઠળ તેમની અરજી નોંધણી ફી ચૂકવ્યા પછી મંજૂર કરવામાં આવશે. સરકારે આવા કોઈપણ દાવાને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે આ પત્ર નકલી છે.
નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે ભારપૂર્વક સલાહ આપી છે કે પીએમ-કુસુમ યોજનામાં રસ ધરાવતા લોકોએ કોઈપણ વ્યક્તિગત માહિતી આપતા પહેલા અથવા પૈસા જમા કરાવતા પહેલા વેબસાઇટની અધિકૃતતા તપાસવી જોઈએ. પાત્રતા અને અમલીકરણ સંબંધિત વિગતવાર માહિતી મંત્રાલયની વેબસાઇટ “pmkusum(dot)mnre(dot)gov(dot)in” અને ટોલ-ફ્રી નંબર 1800-180-3333 પર ઉપલબ્ધ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ