ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 31, 2024 8:04 પી એમ(PM) | Media Workshop | PBI

printer

PIBની ગ્રામીણ પત્રકારત્વ માટે ‘વાર્તાલાપ’ યોજવામાં આવ્યો

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો PIBની ગ્રામીણ પત્રકારત્વ માટે ‘વાર્તાલાપ’ યોજવામાં આવ્યો. જેમાં તાજેતરમાં ન્યાય પ્રણાલીમાં કરાયેલા સુધારા, ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદાઓ સહિત કેન્દ્ર સરકારના વિવિધ અભિયાનો અને યોજનાઓની માહિતી રજૂ કરતી પ્રદર્શનિનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
PIBનાં અધિક મહાનિદેશક પ્રકાશ મગદુમે રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં પહોંચીને ગ્રામીણ પત્રકારત્વ સુધી ‘સંવાદ’ સાધવાનો પ્રયાસ PIBનો છે, તેમ જણાવી “ટુ વે કોમ્યુનિકેશન”ની કાર્યપ્રણાલી વર્ણવી હતી.
આ પ્રસંગે માહિતી અને પ્રસારણ વિભાગના દક્ષિણ ગુજરાતના પ્રાદેશિક વડા એવા સંયુક્ત માહિતી નિયામક અરવિંદ મછાર, દૂરદર્શનના નાયબ નિયામક ઉત્સવ પરમાર, PIB નાં નાયબ નિયામક સુશ્રી આરોહી પટેલ, કેન્દ્રીય સંચાર બ્યૂરોનાં નાયબ નિયામક ડો.ચિરાગ ભોરણીયા, આકાશવાણીનાં નાયબ નિયામક ભરત દેવમણી, ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા, સહિત ડાંગ જિલ્લાનાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતાં.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ