ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 28, 2024 1:45 પી એમ(PM)

printer

PARI ઉભરતા કલાકારોને એક મંચ પર લાવવાનું માધ્યમ બની રહ્યું છે : પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ કહ્યું કે PARI અર્થાત્ Public Art Of India ઉભરતા કલાકારોને એક મંચ પર લાવવાનું માધ્યમ બની રહ્યું છે. શ્રી મોદીએ આ પ્રોજેક્ટ અંતર્ગત રસ્તાઓના કિનારે, દિવાલો પર, અંડરપાસમાં સુંદર ચિત્રો દોરતા કલાકારોની પ્રશંસા કરતાં કહ્યું કે તેનાથી આપણા સાર્વજનિક સ્થાનોની સુંદરતામાં વધારો થયો છે.

મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ હરિયાણાના રોહતક જિલ્લાના હાથશાળ ઉદ્યોગ સાથે જોડાયેલી અઢીસોથી વધુ મહિલાઓના જીવનમાં આવેલા પરિવર્તન વિશે વાત કરી હતી. કપડા પર રંગોનો જાદુ વિખેરનારી આ મહિલાઓ આજે લાખો રૂપિયા કમાઈ રહી છે. હૅન્ડલૂમની સાથો સાથ ખાદીની વાત કરતાં ખાદીનાં ઉત્પાદનોનો ઉપયોગ કરવા પ્રધાનમંત્રીએ સહુને અપીલ કરી હતી. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે ખાદી ગ્રામોદ્યોગનો વેપાર પહેલી વાર દોઢ લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. પ્રધાનમંત્રીએ ડ્રગ્સના દૂષણની વાત કરતાં કહ્યું કે નશિલા પદાર્થો સામેની લડાઈમાં સરકારે શરૂ કરેલી માનસ સેવા અંતર્ગત એક ટોલ ફ્રી નંબર જાહેર કરાયો છે. જેના પર કૉલ કરીને કોઈ પણ વ્યક્તિ સલાહ લઈ શકે છે.

આવતીકાલે દુનિયાભરમાં વાઘ દિવસ મનાવાશે. આ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે વાઘ, આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ રહ્યા છે, લોક ભાગીદારીને ભારતમાં વાઘની વસતી પ્રતિ વર્ષ વધી રહી છે. પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત દેશવાસીઓના ઉત્સાહ અંગે વાત કરી હતી. પહેલાંની જેમ આ વર્ષે પણ ‘harghartiranga.com’ પર તિરંગાની સાથે સેલ્ફી જરૂર અપલૉડ કરવા અનુરોધ કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ