પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ડિજિટલ કૉમર્સ માટે ઑપન નેટવર્ક- ONDCએ નાના વેપારીઓના સશક્તિકરણ અને ઇ-કૉમર્સ ક્ષેત્રે ક્રાન્તિ લાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે, વૃદ્ધિ અને સમૃદ્ધિ વધારવામાં ONDC મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, મોદી સરકારે ભારતમાં ઇ-કૉમર્સને લોકતાંત્રિક બનાવવાના ઉદ્દેશથી વર્ષ 2021માં ONDC શરૂ કરાવ્યું હતું. તેમણે કહ્યું, ગત ત્રણ વર્ષમાં ONDCએ અસંખ્ય સિદ્ધિઓ હાંસલ કરી છે અને પોતાના નેટવર્ક પર એક સમાન મંચનું નિર્માણ કરીને વેપારીઓ, ખાસ કરીને લઘુ ઉદ્યમીઓના સશક્તિકરણમાં મદદ કરી છે.
Site Admin | જાન્યુઆરી 2, 2025 3:23 પી એમ(PM)