નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ 2025 માટે નોંધણી માટેની અંતિમ તારીખ લંબાવી છે. ઉમેદવારો હવે 24 માર્ચ સુધી તેમની ઓનલાઈન અરજીઓ સબમિટ કરી શકે છે. ફી ભરવાની છેલ્લી તારીખ પણ 25 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. ઉમેદવારો 26 થી 28 માર્ચ સુધી અરજીમાં સુધારા વધારા કરી શકશે. ઉલ્લેખનીય છે કે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ 2025ની પરીક્ષા આ વર્ષે 8 મે થી 1 જૂન વચ્ચે યોજાવાની છે.
Site Admin | માર્ચ 23, 2025 3:36 પી એમ(PM)
NTA એ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ 2025 માટે નોંધણી માટેની અંતિમ તારીખ લંબાવી
