રાષ્ટ્રીય લઘુમતી વિકાસ અને નાણા નિગમ- NMDFCએ તેની સ્થાપના બાદથી અત્યાર સુધીમાં 24 લાખ 84 હજારથી વધુ લાભાર્થીઓને 9 હજાર 228 કરોડ રૂપિયાથી પણ વધુ રકમનું વિતરણ કર્યું છે, જેમાં 85 ટકાથી વધુ લાભાર્થી મહિલાઓ છે. NMDFC એ લઘુમતી બાબતોના મંત્રાલયના વહીવટી નિયંત્રણમાં છે. તેની સ્થાપના લઘુમતી સમુદાયો વચ્ચે પછાત વર્ગોના સામાજિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન માટે કરવામાં આવી છે.
નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન NMDFCએ એક લાખ 84 હજારથી વધુ લાભાર્થીઓને 765 કરોડ 45 લાખ રૂપિયા રાહત ધિરાણ જાહેર કરવામાં આવી હતી. મંત્રાલયે જણાવ્યું કે, રિફાઈનેન્સ મૉડ NMDFC યોજનાઓના અમલીકરણ માટે તાજેતરમાં યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા, ઇન્ડિયન બૅન્ક અને પંજાબ ગ્રામીણ બૅન્ક સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા હતા.
Site Admin | ડિસેમ્બર 28, 2024 2:05 પી એમ(PM) | nmdfc | રાષ્ટ્રીય લઘુમતી વિકાસ અને નાણા નિગમ