ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ – NHAIએ ધોરીમાર્ગો પર સલામતી વ્યવસ્થા મજબૂત કરવા રાજમાર્ગ સાથી નામના અદ્યતન પેટ્રોલિંગ વાહનો શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
આ વાહનોમાં સંદેશા વ્યવહારના અદ્યતન સાધનો અને સલામતી માટેના ઉપકરણો રહેશે. રાજમાર્ગ સાથી પર રહેલ એ.આઈ. આધારિત વીડિયો કેમેરાઓ મુસાફરોની સલામતી સુનિશ્વિત કરવાની સાથે સાથે ધોરીમાર્ગ પર મૂકાયેલા વિવિધ માહિતી દર્શક બોર્ડ તથા અન્ય માળખાકીય અસ્કયામતોની માહિતી પણ મેળવશે.