ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 8, 2024 8:02 પી એમ(PM) | નીટ | સર્વોચ્ચ અદાલત

printer

સર્વોચ્ચ અદાલતે NEET UG પરીક્ષામાં ગેરરીતિ અંગે કેન્દ્ર સરકાર, NTA અને CBI પાસેથી અહેવાલ માગ્યો

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરિક્ષા સંસ્થા- એનટીએને નીટ યુજી પેપર ગેરરિતી કેસમાં અહેવાલરજૂ કરવા જણાવ્યું છે. અદાલતે સીબીઆઇને આ કેસમાં તેણે અત્યાર સુધી કરેલી તપાસઅંગેનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા પણ નિર્દેશ આપ્યો છે. અદાલતે એનટીએ, કેન્દ્ર સરકાર અને સીબીઆઇને બુધવારે સાંજેપાંચ વાગ્યા સુધીમાં તેમનાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. આ કેસમાં વધુ સુનાવણીગુરૂવારે થશે.નીટ યુજી પરિક્ષામાં ગેરરિતીઅને અનિયમિતતા થઈ હોવાનો આક્ષેપ કરતી અને નવેસરથી પરિક્ષા લેવાનો નિર્દેશ આપવાનીમાંગણી કરતી સંખ્યાબંધ અરજીઓ પર મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ જે બી પારડીવાલા અનેન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બનેલી ખંડ પીઠ સુનાવણી કરી રહી હતી.મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યુંકે, પરિક્ષાની પવિત્રતા સાથેસમાધાન થયું છે તેમાં કોઈ શંકા નથી. તેમણે જણાવ્યું કે, પુનઃ પરિક્ષાનો આદેશ આપતા પહેલાં કેટલાં પ્રમાણમાં પેપર લીક થયા છે તે જાણવુંજરૂરી છે. અદાલતે જણાવ્યું કે, પરિક્ષારદ કરવી એ અંતિમ ઉપાય છે. 

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ