ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

MSME દેશના આર્થિક વિકાસમાં પરિવર્તનકારી ભૂમિકા ભજવે છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે સરકાર આત્મનિર્ભર ભારતના અભિગમ સાથે કામ કરી રહી છે અને સુધારાઓની ગતિને વેગ આપ્યો છે. તેમણે કહ્યું કે દેશે છેલ્લા 10 વર્ષમાં સુધારા, નાણાકીય શિસ્ત, પારદર્શિતા અને સમાવેશી વિકાસ પ્રત્યે સતત પ્રતિબદ્ધતા દર્શાવી છે. અર્થતંત્રમાં MSMEના મહત્વ વિશે વાત કરતા, શ્રી મોદીએ કહ્યું કે MSME દેશના આર્થિક વિકાસમાં પરિવર્તનકારી ભૂમિકા ભજવે છે. શ્રી મોદી MSME ને વિકાસના એન્જિન તરીકે, ઉત્પાદન, નિકાસ અને પરમાણુ ઉર્જા મિશન, નિયમનકારી, રોકાણ અને વ્યવસાય કરવાની સરળતા સુધારાઓ પર બજેટ પછીના વેબિનારને સંબોધિત કરી રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ નિર્દેશ કર્યો કે, સ્થિર નિતી અને વેપાર માટે સારું વાતાવરણ વિકાસ માટે જરૂરી છે. દેશમાં વેપારની સરળતા માટે લેવામાં આવેલા વિવિધ પગલાં અંગે શ્રી મોદીએ જણાવ્યું કે, સરકારે જન વિશ્વાસ કાયદો અમલી બનાવ્યો છે અને પૂર્તતા ઘટાડીને આવકવેરાને સરળ કરવાનો વિચાર દાખલ કર્યો છે.
તેમણે ઉમેર્યું કે, સરકાર જન વિશ્વાસ 2.0 બિલ પર કામ કરી રહી છે.
તેમણે ઉદ્યોગના નેતાઓને માત્ર મુકપ્રેક્ષક ન બની રહીને, વૈશ્વિક પુરવઠા શ્રૃંખલામાં તકો શોધવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું કે, નિકાસને વેગ આપવા વૈશ્વિક માંગ હોય તેવી નવીન ચીજોનાં ઉત્પાદન પર ભાર મૂકવો જોઇએ.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ