રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની કૌશલ્યા- ધ સ્કીલ યુનિવર્સિટી- K.S.U.એ ફાઈન્ડ જૉબ્સ જર્મની અને ડૉક્ટર સ્કીલ આઉટરીચ પ્રાઇવૅટ લિમિટેડ ભારત સાથે ત્રિપક્ષીય સમજૂતી કરાર- MoU કર્યા છે. MoUનો મુખ્ય ઉદ્દેશ પ્રવાસન, આગતાસ્વાગતા અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં કુશળ માનવબળ વિકસાવવા સહયોગી માળખું વિકસાવવાનો છે. આ ભાગીદારી ઉદ્યોગની જરૂરિયાત મુજબ, અભ્યાસક્રમનું નિર્માણ કરવું, પ્રાયોગિક તાલીમની સુવિધા આપવા અને વિદ્યાર્થીઓ માટે વધુ સારી રોજગાર ક્ષમતા સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. વધુમાં તે ફેકલ્ટી વિકાસ કાર્યક્રમ, ટ્રેઈનિંગ ઑફ ટ્રેનર- ToT અને શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના અંતરને દૂર કરવા ઉદ્યોગ નિષ્ણાતો સાથેની સહભાગિતાને સક્ષમ બનાવશે.
Site Admin | માર્ચ 11, 2025 6:33 પી એમ(PM) | MoU
K.S.U.એ ફાઈન્ડ જૉબ્સ જર્મની અને ડૉક્ટર સ્કીલ આઉટરીચ પ્રાઇવૅટ લિમિટેડ ભારત સાથે ત્રિપક્ષીય સમજૂતી કરાર- MoU કર્યા
