નેશનલ ટેસ્ટિંગ એજન્સી-NTA એ આજે વર્ષ 2025ની સંયુક્ત પ્રવેશ પરીક્ષા- JEE મુખ્યનાં બીજા સત્રનું પરિણામ જાહેર કર્યું છે. આ વખતે કુલ 24 વિદ્યાર્થીઓએ પેપર 1-BE/B TECHમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે. ટોચના વિદ્યાર્થીઓમાં રાજસ્થાનના એમ. ડી. અનસ અને આયુષ સિંઘલ, દિલ્હીના દક્ષ અને હર્ષ ઝા, પશ્ચિમ બંગાળના દેવદત્ત માઝી અને મહારાષ્ટ્રના આયુષ રવિ ચૌધરીનો સમાવેશથાય છે. કટ-ઓફ સાથેનું પરિણામ સત્તાવાર JEEની મુખ્ય વેબસાઇટ-jeemain.nta.nic.in પર ઉપલબ્ધ છે. JEE મુખ્ય પરીક્ષા 2025 આ વર્ષે બે તબક્કામાં, જાન્યુઆરી અને એપ્રિલમાંયોજાઈ હતી. જો કોઈ ઉમેદવારે બંને સત્રોમાં પરીક્ષા આપી હોય, તોતેને જે સત્રમાં વધુ ગુણ મળ્યા છે તેના આધારે મેરિટ યાદીમાં સામેલ કરવામાં આવશે. આપરીક્ષા દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ મળે છે.
Site Admin | એપ્રિલ 19, 2025 1:27 પી એમ(PM)
JEE મુખ્યનાં બીજા સત્રની પરીક્ષામાં24 વિદ્યાર્થીઓએ BE/B.TECHમાં 100માંથી 100ગુણ મેળવ્યા.
