ઇન્ડિયન પ્રીમિયર લીગ- I.P.L. ટી-20 ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મૅચ રમાશે. બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી આ મૅચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે.
લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સે ગઇકાલે લખનઉ સુપર જાયન્ટ્સને આઠ વિકેટથી હરાવ્યું. પહેલા બેટિંગ કરતાં લખનઉની ટીમે નિર્ધારિત 20 ઑવરમાં સાત વિકેટ ગુમાવી 171 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમે 16 ઑવર અને બે બૉલમાં બે વિકેટ ગુમાવી આ લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો.
Site Admin | એપ્રિલ 2, 2025 2:24 પી એમ(PM)
IPL ટી-20 ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો
