આઇપીએલ ટી-20 ક્રિકેટમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ગઈ કાલે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે હરાવ્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સે 17.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 153 રન બનાવીને લક્ષ્યાંક પાર કર્યો હતો. ક્વિન્ટન ડી કોકે 61 બોલમાં અણનમ 97 રનની શાનદાર ઇનિંગ રમીને જીત સરળ બનાવી હતી.અગાઉ, બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી.આજે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે.
Site Admin | માર્ચ 27, 2025 9:24 એ એમ (AM)
IPL ટી-20 ક્રિકેટમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે હરાવ્યું- આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપરજાયન્ટ્સ વચ્ચે મેચ.
