આઈપીએલ ક્રિકેટમાં, ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં મુંબઈ ઇન્ડિયન્સને 36 રનથી હાર આપી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટે 196 રન બનાવ્યા. સાઈ સુદર્શને 63 રન કર્યા. મુંબઈ તરફથી હાર્દિક પંડ્યાએ બે વિકેટ ઝડપી હતી.જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ 20 ઓવરમાં છ વિકેટે 160 રન જ બનાવ્યા. સૂર્યકુમાર યાદવે 48 રન બનાવ્યા. ગુજરાત તરફથી મોહમ્મદ સિરાજ અને પી કૃષ્ણાએ બે-બે વિકેટ ઝડપી હતી.આજે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. આ મેચ વિશાખાપટ્ટનમમાં બપોરે 3.30 વાગ્યાથી રમાશે. ગુવાહાટીમાં સાંજે 7.30 વાગ્યે રાજસ્થાન રોયલ્સ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે.
Site Admin | માર્ચ 30, 2025 9:33 એ એમ (AM)
IPL ક્રિકેટમાં, ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં મુંબઈ ઇન્ડિયન્સને 36 રનથી હાર આપી
